ભરતી:કચ્છમાં નવા 326 પ્રાથમિક શિક્ષકોને નિયુક્તિપત્ર એનાયત કરવામાં આવ્યા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 352માંથી 26 ઉમેદવારો સ્થળ પસંદ ન હોતા ગેરહાજર રહ્યા
  • ધો. 1થી 5માં 129 ઉપરાંત ધો. 6થી 8ના 197 માસ્તરોનો સમાવેશ

કચ્છ જિલ્લામાં ધોરણ 1થી 5ના 129 અને ધોરણ 6થી 8ના 197 મળીને કુલ 326 નવા પ્રાથમિક શિક્ષકોને નિયુક્તિપત્ર અપાયા હતા. અે ઉપરાંત 700 પ્રવાસી શિક્ષકોની પણ મંજુરી મળી ગઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિઅે વધુ વિગતો અાપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કેન્દ્રિય કૃત ભરતી અંતર્ગત 352 પ્રાથમિક શિક્ષકોની ભરતી કરાઈ છે.

ભુજ તાલુકાના માધાપરની અેમ.અેસ.વી. હાઈસ્કૂલમાં કેમ્પનું અાયોજન કરાયું હતું, જેમાં ધોરણ 1થી 5ના 129 ઉપરાંત ધોરણ 6થી 8ના 197માં ગણિત વિજ્ઞાનના 104, સામાજિક વિજ્ઞાનના 73, ભાષાના 46 પ્રાથમિક શિક્ષકોનો સમાવેશ થાય છે, જેમાંથી ધોરણ 1થી 5ના 120, ધોરણ 6થી 8માં ગણિત વિજ્ઞાનના 94, સામાજિક વિજ્ઞાનના 70 અને ભાષાના 42 મળીને કુલ 326 શિક્ષકોને નિયુક્તિ પત્ર અપાયા હતા.

બાકી રહેતા 26 શિક્ષકોમાંથી સ્થળ પસંદ ન હોઈ અેવા અને ગેરહાજર રહ્યા હોય અેવા શિક્ષકોનો સમાવેશ થતો હતો. જે પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલ કારા, શિક્ષણ સમિતિના ચેરમેન જયા ચોપડા, કિરીટસિંહ જાડેજા, નયનસિંહ જાડેજા, રમેશ ગાગલ હાજર રહ્યા હતા. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગુર્જરે વ્યવસ્થા સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...