ચોરી:આડેસરમાં વેપારીના ગોદામમાંથી 93 હજારના ઉપકરણો ચોરાયા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભુજોડીની વાડીમાંથી પમ્પ અને કેરાની વાડીમાંથી તસ્કરો વાયરિંગ લઈ ગયા

કચ્છમાં તસ્કરોનો તરખાટ જારી રહ્યો હોય તેમ ભુજ તાલુકાના ભુજોડી અને કેરાની વાડીમાંથી વાયરની ચોરી થઈ હતી જ્યારે રાપર તાલુકાના આડેસર ગામમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો ઇલેકટ્રોનિકના વેપારીના ગોદામનું તાળું તોડી રૂ.93 હજારની કિંમતના ઇલેક્ટ્રીક ઉપકરણો ચોરી ગયા હતા. આડેસરના સાયતાવાસમાં રહેતા મનમંદિર ઇલેક્ટ્રોનિક નામની દુકાનના માલિક જીગરભાઇ લાભશંકરભાઇ ઠક્કર ગત સાંજે દુકાન વધાવી આવેલા ગોદામમાં ચેક કરી તાળું મારી ઘરે ગયા હતા.

સવારના અરસામાં તેઓ ચાલતા દુકાને જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા તેમના પિતાએ જણાવ્યું હતું કે, ખેતાભાઇ રાજપુતે ફોન કરી તમારા ગોડાઉનના તાળા તૂટ્યા છે તેવી જાણ કરી છે. આ જાણ થતાં બન્ને પિતા પુત્ર ગોદામમાં ગયા તો તાળું તૂટેલું હતું. અંદર ઇલેક્ટ્રોનિક ઉપકરણો વેર વિખેર પડ્યા હતા. તસ્કરો ગોદામમાંથી 23,000ની કિંમતની ઇન્વર્ટરની બે બેટરીઓ, 11,200ની પાણીની ત્રણ મોટરો, રૂ.31,200 ની કિંમતના 24 સિલિંગ ફેન, રૂ.9,600 ની કિંમતના 3 સ્ટેન્ડ ફેન તથા રૂ.18,000 ની કિંમતના 4 કુલર મળી કુલ રૂ.93,000 ના ઉપકરણો ચોરી કરી ગયા હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે તેમણે આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ બી.જી.રાવલે વધુ તપાસ હાથ ધરી છે.

માનકુવા પોલીસમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે,નારણપર ગામના પ્રવીણભાઈ નારણભાઇ કેરાઈએ જણાવ્યું હતું કે, ઝૂમખા કેરા ગામની સીમમાં આવેલી ફરિયાદી અને સાહેદની વાડીમાંથી તસ્કરો 177 મીટર કેબલ વાયર કિંમત રૂ.34,600 અને ખારીવિડી સીમમાંથી 10 હજારની કિંમતના પાણીની મોટર ચાલુ કરવાના સ્ટાર્ટર બોર્ડની ચોરી કરવામાં આવી હતી.કુલ 44,600 ની માલમતા ચોરાઈ જતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ તરફ માધાપર પોલીસમાં કાળી તલાવડી ગામે રહેતા રમેશભાઈ શામતભાઈ આહિરે જણાવ્યું હતું કે, તેમની વાડી ભુજોડી ગામમાં આવેલી છે જ્યાંથી તસ્કરો પાણીનો 15 હજારની કિંમતનો પમ્પ ચોરી ગયા હતા જેથી તપાસ શરૂ કરવામાં આવી છે.

શિવલખા પાસે વીજકંપનીનો 2 કિમી લાંબા એલ્યુમિનિયમના 45 હજારના કેબલની ચોરી
ભચાઉ તાલુકાના શિવલખા ગામની સીમના સર્વે નંબર 419/2 અને 424/2 તથા 422 વાળા ખેતરના વીજકંપનીના ગ્રાહક જયેન્દ્રસંગ અમરસંગ જાડેજાની ખેતીવાડીની વીજ લાઇનમાંથી રૂ.45,000 ની કિંમતનો 55 સ્ક્વેર એમએમનો આશરે 2 કિમી એલ્યુમિનિયમનો વીજ કેબલ તા.30/7 ના રાત્રે 8 વાગ્યા થી તા.31/7 ના સવારે 8 વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હોવાની ફરીયાદ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. માં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ચેતનકુમાર શાંતિલાલ નાઇએ લાકડિયા પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...