મતદારયાદી સુધારણા ઝુંબેશ:1 ઓક્ટોબરથી 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા મતદારોને નામ નોંધણી માટે અપીલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદારયાદી સુધારણા ઝુંબેશ હેઠળ બીએલઓ દ્વારા કરાતી કામગીરી

1 અોક્ટોબર-22થી 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા મતદારો અાગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની પવિત્ર ફરજ બજાવે અને અેક વિધાનસભા મતદાન વિસ્તારમાંથી નામ કમી કરાવી, બીજા વિધાનસભા મતદાન વિસ્તારમાં નામ નોંધાવવા અથવા અન્ય સુધારા માટે સમગ્ર કચ્છમાં દર રવિવારે ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.

તા.11/9 સુધી દર રવિવારે મતદારયાદી સુધારણા ઝુંબેશ અન્વયે તા.4/9ના જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલા મતદાન મથકોઅે બુથ લેવલ અધિકારીઓ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી યુવા મતદારોના નામની નોંધણી કરશે. ઉપરાંત મતદારયાદીમાં નામમાં સુધારા,નામ કમી કરાવી શકશે. વધુમાં વધુ નવા મતદારોને નામ નોંધણી કરાવવા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા અપીલ કરાઇ છે.

ભુજ તાલુકાના બીઅેલઅોની જાહેર કરાયેલી યાદીમાં લુણામાં રામુભાઇ વી. મકવાણા-9712296396, લુણા નાનામાં નાનુભાઇ ડી. ગાવિત-9727400910, હાજીપીર જીતેન્દ્રસિંહ સી. ઝાલા-8758618197, બુરકલ કેતન અાઇ. પટેલ-9725630730, ડુમાડો ગાઇન જિજ્ઞેશ-8160012409, ભીટારા નાના હર્ષદકુમાર બી. પટેલ-9722417082, ધોરડો પ્રવીણ અેમ. ભોઅે-9426322686, ગોરેવાલી વરજાંગ બી. કટારા-9824831323, મીઠડી મયૂર દુષ્યંતકુમાર-9574860488, ભગાડિયા હર્ષદકુમાર-9722417062, કુરન રામગર અેમ. ગુસાઇ-9925873483, ધ્રોબાણા જેકી પ્રસાદ પંડ્યા-8469153896, હુસેનીવાંઢ (ધ્રોબાણા) લક્ષ્મણ અેમ. પરમાર-9687945368, મોટા લખેશ ત્રિવેદી-9998781629, કોટડા દશરથલાલ અેચ. પરમાર-9737312332, સુમરાપોર માલદેભાઇ કાઠી-9924722962, મોટા દિનારા-1 રસીદ સમા-9099412108, મોટા દિનારા-2 જગદીશ અે.શિયાળ-9727870055, નાના દિનારા-1 હિરેન ચાૈધરી-9537260320, નાના દિનારા-2 કાંતિભાઇ કે. વસાવા-9913981008, ઢંઢી સંજીવકુમાર પી. હોથા-8980591095, મોટા બાંધા વંશ હિરેનકુમાર-7383333441, ખાવડા-1 દીપક પરમાર-9624858157, ખાવડા-2 અબ્દુલઅજીજ ખત્રી-9898268024, ખાવડા-3 ગણપત પરમાર-9427513200, રતડિયા યાસીન અેમ. મન્સુરી-8511532300, રોહાતડ કપિલ કે. ડવ-9099436443, મોટા પૈયા ભરત વી. ગાયકવાડ-9727240350, નાના બાંધા કનુજી અે. ઠાકોર-9429260532નો સંપર્ક કરવા ભુજના મદદનીશ કલેક્ટર અને ઇઅારઅો અતિરાગ ચપલોતે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...