હુકુમ:કેરા ખોજા સમાજમાંથી સસ્પેન્ડ કરાયેલા પ્રમુખની આગોતરા જામીન અરજી નામંજુર

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હોદો ન હોવા છતાં સંસ્થાની ઓફિસમાં ગેરકાયદે પ્રવેશી નુકસાન પહોંચાડ્યું હતું
  • બોગસ દસ્તાવેજ બનાવી સિક્કા લેટર પેડનો ઉપયોગ કરતાં નોંધાયો હતો ગુનો

કચ્છ ખોજા શિયા ઇસ્ના અશરી જમાત વકફ બોર્ડમાં ભ્રષ્ટાચાર મુદે સસ્પેન્ડ થયેલા અને કેરા ખોજા સમાજના પ્રમુખ બની બેઠેલા ફઝલ અબાસઓન અલી ખોજાની આગોતરા જામીન અરજી ભુજની સેસન્સ અદાલતે ના મંજુર કરી છે. કેસની હકિકત મુજબ ફેડરેશન ઓફ કચ્છ ખોજા શીયા ઇસ્ના જમાત વકફ નં.776માં ભ્રષ્ટાચાર આચરવા બાબતે ફઝલ અબાસ ઓનઅલી ખોજાને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. તેમ છતાં પોતાને સંસ્થાના પ્રમુખ બતાવીને સંસ્થાની ઓફિસમાં ગેરકાયદે પ્રવેશ કરીને સંસ્થાની મિલકતને નૂકશાન પહોંચાડ્યું હતું.

તેમજ સંસ્થાના બનાવટી આવક-જાવકના રજીસ્ટર અને લેટર પેડ બનાવી તેમના પર સિક્કાઓ મારીને ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. જેથી તેમના સામે સમાજના પ્રમુખ રજબઅલી ખોજા દ્વારા ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં આરોપીએ પ્રથમ ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે પરત ખેંચવી પડતાં આરોપીએ તેમની સામે ખોટા આક્ષેપો અને અદાવતથી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું કારણ બતાવીને ભુજની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

આ કેસમાં ફરિયાદી પક્ષે અને સરકાર પક્ષે એવી રજુઆત કરાઇ હતી કે, ગુનાની તપાસ ચાલુ હતી ત્યારે આરોપી વિદેશ ભાગી ગયા હતા.જેથી અદાલતે આરોપીની આગોતરા જામીન અરજી ના મંજુર કરી હતી. આ કેસમાં મુળ ફરિયાદી પક્ષે ભુજના એડવોકેટ આર.એસ.ગઢવી,ખેતશી પી.ગઢવી, વી.જી.ચૌધરી તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ સુરેશભાઇ મહેશ્વરી હાજર રહી દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...