પર્યાવરણ પ્રેમીઓમાં રોષ:ભચાઉના શિકારપુરથી વાંઢિયા સુધીના માર્ગ પર જતન કરાયેલા વૃક્ષોને અસામાજિક તત્વોએ નુકશાન પહોંચાડતાં ચકચાર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈ માનસિક વિકૃત વ્યક્તિએ આ કૃત્ય આચર્યુ હોવાનું લોકોએ જણાવ્યું
  • લોખંડની ઝાડીમાં ઉભા વૃક્ષોને વિવિધ રીતે નુકશાન પહોંચાડ્યું
  • સંબધિત તંત્ર દ્વારા નિમ્ન કક્ષાની આ ચેષ્ટા વિરૂદ્ધ તપાસ હાથ ધરાય તેવી માંગ

પૂર્વ કચ્છના માળિયા હાઇવે પર આવેલા ભચાઉ તાલુકાના શિકારપુર ગામથી વાંઢિયા તરફ જતા ગ્રામીણ માર્ગ પર ત્રણ વર્ષ પહેલા ઉભા કરાયેલા વૃક્ષોને અસામાજિક તત્વોએ ભારે નુકશાન પહોચાડ્યું હોવાનું સામે આવ્યું છે. લોખંડની જાળીમાં સલામત ઉગેલા વૃક્ષોને ઇરાદાપૂર્વક વાળી અને તોડી નાખવામાં આવ્યા છે. અચરજ સાથે રોષ જન્માવતી આ ઘટનાથી પર્યાવરણ પ્રેમીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ સ્વૈચ્છિક સંસ્થાના સહયોગ સાથે જતન કરેલા વૃક્ષોને હાનિ પહોંચાડવા પાછળ કોઈને શું ફાયદો થશે? એવા પ્રશ્નો પણ લોકોએ કર્યા હતા.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 પર આવેલા શિકારપુરથી કાંઠા વિસ્તારના વાંઢિયા ગામ તરફના 3 કિલોમીટર સુધીના ગ્રામીણ માર્ગ પર થોડા વર્ષ પહેલા સ્વૈચ્છિક સંસ્થાના સહયોગ વડે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેના ફળસ્વરૂપે વાવેલા રોપાઓ જતન બાદ ઝાડ બનવા જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અસામાજિક તત્વોએ વૃક્ષોને નિશાન બનાવી હથિયાર વડે નુકશાન પહોંચાડ્યું છે.

સ્થાનિક લોકોએ સંબધિત તંત્ર દ્વારા નિમ્ન કક્ષાની આ ચેષ્ટા વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવે એવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...