કચ્છની ધરા ધ્રુજી:ભચાઉથી 19 કિલોમીટર દૂર ભૂકંપનો 3.2ની તીવ્રતા ધરાવતો વધુ એક આંચકો અનુભવાયો

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાગડ ફોલ્ટ લાઈન પરના ભચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો આવવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. આજે લાભપાંચમની સવારે 8 વાગ્યે 19 મિનિટે ભચાઉથી 19 કિલોમીટર દૂર 3.2ની તીવ્રતા ધરાવતો આફ્ટરશોક નોંધાયો હતો. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે જોકં, આ આંચકાની લોકોમાં ખાસ અસર વર્તાઈ ન હતી.
​​​​​​​ભચાઉ વિસ્તારમાં આંચકાં નોંધાયાં
વાગડ વિસ્તારમાં યથાવત રહેલા આફ્ટરશોક પર નજર કરવામાં આવે તો આ મહિનામાં ભચાઉ તાલુકાના દુર્ગમ ખડીર બેટ પરના વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરા ગામથી 26 કિલોમીટર દૂર 3.6ની તિવ્રતા ધરાવતો આંચકો ગત તા. 19ની રાત્રિના 10 વાગ્યે 10 મિનિટે આવ્યો હતો. તો તારીખ 2ના ભચાઉથી 13 કિલોમીટર દૂર 3.4નો આફ્ટરશોક નોંધાયો હતો. જ્યારે તા. 18 સપ્ટેમ્બરે રાપરથી 7 કિલોમીટર દૂર 3.2ની તીવ્રતાનો આંચકો રિકટર સ્કેલ પર અંકિત થયો હતો. જોકે આ આંચકાઓ નુકસાનજનક હોતા નથી.

અન્ય સમાચારો પણ છે...