પૂર્વ કચ્છના ભચાઉ નગરથી 22 કિલોમીટર દૂર આજે સાંજે શનિવાર 6.22 કલાકે ધરતીકંપ નો વધુ એક આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત સીસ્મોલોજી કચેરી દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ સાંજે 6.22 કલાકે ભચાઉ નજીક કેન્દ્ર બિંદુ ધરાવતો 3.1ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો. જોકે આજના આંચકા અંગે ભચાઉ નગરમાં ખાસ કોઈ અનુભવ થયો ના હતો. પરંતુ સતત ધ્રૂજતી ધરાના પગલે કચ્છવાસીઓના ઉચાટમાં વધારો થતો રહે છે.
કચ્છમાં આવતા રહેતા અવિરત આફ્ટરશોક બાદ ગત સપ્તાહે સરહદ સમીપના પાકિસ્તાનમાં ગત 27 ના 3.8 અને તેના એક દિવસ પૂર્વે 4.6ની તિવ્રતાના આંચકાએ પણ કચ્છમાં ચિંતાના વાદળો સર્જ્યા હતા. ત્યારે આજે ફરી એક વખત વાગડ ફોલ્ટ લાઈનની સક્રિયતા દર્શાવતો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.