કચ્છની કાયમી સમસ્યા:હરીપરથી સૂરજબારીટોલ સુધી ફરી 15 કિમી લાંબો ટ્રાફિક જામ

સામખિયાળી8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છ સૌરાષ્ટ્રને જોડતો નેશનલ હાઇવે વાહન ચાલકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. અવાર- નવાર ટ્રાફિક જામ થાય છે. અા સમસ્યા હલ કરવા માટે તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. તેવામાં ફરી હરીપરથી સૂરજબારી ટોલ સુધી જામ થતા કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. રાત્રે કોઈ ચારા ભરેલી ટ્રક પલ્ટી મારી જતા રાત્રે ટ્રાફિક સર્જાયો હતો. તે છેક સવારે ક્લિયર થયો હતો. તેવામાં ફરી સવારના ભાગે સુરજબારીથી હરીપર વચ્ચે ખાડીમાં અને હરીપર બ્રિજ પાસે અલગ અગલ ત્રણ જગ્યાએ ટ્રકો ખોટવાતા તેને સાઈડ લેવામાં વિલંબ થતા 15 કિમી જેટલો જામ થયો હતો જેને કિલીયર કરાવા કલાકો નીકળી ગયા હતા. વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતાં. } તસવીર-રમજૂ છત્રા

અન્ય સમાચારો પણ છે...