ભુજની આર.આર.લાલન કોલેજમાં વર્ષ 1988થી 1992માં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીનું સ્નેહમિલન કોલેજના આચાર્ય ડો.સી.એસ. ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયું. જેમાં કચ્છભર સહિત દેશમાંથી વિવિધ સ્થળેથી છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગ પરિચય રીટાબેન અધ્યારુએ આપ્યો હતો. તત્કાલીન વર્ષના જનરલ સેક્રેટરી સુરેન્દ્રસિંહ રાઠોડ, ઇન્દ્રજીતસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, પ્રમોદસિંહ જાડેજા અને સુરેન્દ્રસિંહ જાડેજાના વડપણ હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
પ્રારંભે, તત્કાલીન વર્ષમાં જેમના માર્ગદર્શન હેઠળ માત્ર અભ્યાસક્રમના નહીં પરંતુ જીવનના પાઠ શીખી આજે જે તે ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતા છાત્રો દ્વારા પ્રોફેસરો પી.જે. મટાણી, સરલાબેન ભટ્ટ, એ.એન. પટેલ, ડો.દર્શનાબેન ધોળકિયા, ડો.કશ્યપ ત્રિવેદી, ડો.મહેશ ઠક્કર, ડો.જી.એમ. બુટાણી, જે.એમ. પટેલ વગેરેનું સન્માન કરાયું હતું. આચાર્યે હાલની સ્થિતિએ કોલેજની પ્રગતિનો ચિતાર આપ્યો હતો. ડૉ.બુટાણીએ એકબીજા સાથે જોડાઈ કોલેજ કે છાત્રોને સહયોગ આપવો એમ જણાવ્યું હતું.
જેનાં પ્રતિસાદરૂપે દર વર્ષે ફિઝિક્સ વિષયમાં ટી.વાય.માં પ્રથમ વિધાર્થીને પ્રો.મટાણીસર એવોર્ડ યોગેશ ગોસ્વામી તેમજ જયદીપસિંહ જાડેજા દ્વારા જાહેર કરાયો. તો દર વર્ષે રમત ગમત ક્ષેત્રે ભાઈઓ-બહેનોને સ્પોર્ટ્સ એવોર્ડ ભૂપેન્દ્રસિંહ વાઘેલા તરફથી, જ્યારે કોલેજની ફી ભરવા માટે મુશ્કેલી અનુભવતાં 35 છાત્રની ફી સુરેન્દ્રસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, ધર્મેન્દ્ર જેસર, ભાવેશ આઈયા, દેવરાજ આહિર તેમજ રેખાબેન સોરઠીયાએ ભરવાનો સંકલ્પ લીધો હતો. બીજા તબક્કામાં દરેક વર્ષના છાત્રો અલગ અલગ વર્ગખંડમાં જઈ ભૂતકાળના સ્મરણો વાગોળ્યા હતા.
તત્કાલીન સમયના વિધાર્થી મિત્રો દ્વારા મ્યુઝિક ઇવનિંગનું આયોજન કરાયું હતું. વહીદા શેઠ, તરુણાબા જાડેજા, લીના વોરાના સહયોગથી હરેશ મહેતા, ગૌરાંગ જોશી, મહેશ પંડ્યા, મનીષ જેઠી, ધર્મેન્દ્ર જોશી, જગદીશ અબોટી, હિરેન મહેતા, ધર્મેન્દ્ર પરમાર, ધર્મેન્દ્ર યાદવ, સ્વાતિ પટેલ, કલા વૈષ્ણવ, સિદ્ધિ વોરા, જીજ્ઞા ગોર વગેરેએ છેલ્લા એક માસથી જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સંચાલન વિપુલ મહેતાએ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.