વેરા વસુલતને વેગ અપાયો:અંજાર સુધારાઈ રજાના દિવસેય વેરા વસુલાત કામગીરી ચાલુ રાખશે, 6 ઘરના કનેક્શન કપાયા

કચ્છ (ભુજ )11 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની ઝુંબેશને વેગવંતી બનાવવા જાહેર રજાઓના દિવસે પણ કચેરીમાં કામના કલાકો દરમિયાન વેરાની રકમ ભરપાઈ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો સુધારાઈ કર્મીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફરી બાકી વેરાની ઉઘરાણી સાથે બાકી રહેલા વેરા અંતર્ગત ગટર અને પાણીના કનેકશન કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પાલિકા દ્વારા માર્ચ મહિનાને લઈ અંત સુધીના તમામ દિવસે વેરા વસુલતની કામગીરી ચાલુ રહેશે. આજે રવિવારે પણ ઓફિસ સમય દરમિયાન નગરપાલિકા કચેરીમાં શહેરીજનો પોતાના વિવિધ બાકી વેરાની રકમ ભરપાઈ કરી શકશે.પાલિકા દ્વારા ચાલી રહેલ વેરા વસુલાતની કામગીરીમાં ઓમ નગર ખાતે એક અને શિવાજી નગર ખાતે એક એમ બે અગાઉ મળીને કુલ્લે છ સ્થળે પાણી અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા હતા. ઉપરાંત 15 ભાગીદારોને જપ્તી વોરંટ માટેની નોટિસો બજાવવામાં આવી હતી.

વેરા ભરપાઈ કરીને લોકોને સરકારની વ્યાજ માફી યોજનાનો લાભ લેવા પાલિકાના પ્રમુખ લીલાવંતીબેન ડી. પ્રજાપતિ, ઉપપ્રમુખ બહાદુરસિંહ ડી. જાડેજા, કારોબારી સમિતિ ચેરમેન વિજય ડી. પલણ જાહેર અનુરોધ કર્યો હતો.ચીફ ઓફિસર પારસ મકવાણાના માર્ગદર્શન વેરાની રકમ ભરપાઈ ન કરનાર સામે જપ્તી કે મિલ્કત સીંલીગની કડક કામગીરી પણ કરવામાં આવશે એવું એક યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...