વાહનોની લાંબી કતારો લાગી:અંજાર-મુન્દ્રા ધોરીમાર્ગ 7 કિલોમીટરથી પણ લાંબો ટ્રાફિકજામ સર્જાયો, વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • ખેડોઈ પાસે સર્જાયેલો ટ્રાફિકજામ 15 કલાકથી વધુ સમય બાદ પણ યથાવત રહ્યો હતો

અંજાર-મુન્દ્રા હાઈવે વાહન વ્યવહારથી અતિ વ્યસ્ત રહેતા ટ્રાફિકજામ સર્જાયો હતો. કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા વાહનચાલકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. અહીં કાયમી સર્જતાં ટ્રાફિકજામના કારણે લોકોના સમય શક્તિનો વ્યય થઈ રહ્યો છે. ગઈકાલ સાંજે ખેડોઈ પાસે બ્રિજના સમારકામને લઈ ફરી એક વખત લાંબો ટ્રાફિક સર્જાયો છે જે આજે રવિવારના બપોર સુધી યથાવત રહ્યો છે. જામને લઈ માર્ગની બન્ને તરફ અંદાજિત 7 કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે. જોકે, હાઇવે પેટ્રોલિંગની ટીમ અને પોલીસ દ્વારા ટ્રાફિક પૂર્વવત કરવાના સતત પ્રયાસો ચાલુ છે.

બ્રિજના સમારકામને લઈ ટ્રાફિકજામ સર્જાયો
આ વિશે અંજારના પિયુષ આહિરના જણાવ્યાં મુજબ મુન્દ્રા પોર્ટના કારણે આ માર્ગે પરિવહન કરતા વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. ત્યારે ખેડોઈ નજીક ચાલી રહેલા બ્રિજના સમારકામને લઈ અમુક વાહનો ખાલી માર્ગે રોંગ સાઈડમાં ચડી આવતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવે છે. ટ્રાફિકને પૂર્વવત કરવા તમામ વાહનોને ઊંધા પરત લઈ નિયત માર્ગે વાળવા પડે છે ત્યારબાદ ટ્રાફિક નિયંત્રણમાં આવે છે. ડાયર્વઝન હોવા છતાં માર્ગો સામે માર્ગે આવી જતા ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે. આજે 15 કલાકથી વધુનો સમય બાદ ધીમી રફતાર સાથે વાહનો આગળ ધપી રહ્યા છે. ત્યારે સમારકામ સ્થળે યોગ્ય દિશા સૂચન બોર્ડ અને વધારાનો સ્ટાફ સંબધિત તંત્ર દ્વારા મુકવામાં આવે એવી વાહનચાલકોએ માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...