એસ.ટીનો અકસ્માત:ભુજના ભુજોડી નજીક બેકાબૂ બનેલી એસટી બસે ઊંટ ગાડીને અડફેટે લીધી, સદભાગ્યે જાનહાનિ ટળી

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ તરફ આવતી એસટી બસ ડિવાઈડર કૂદી સામેના માર્ગે ચડી ગઈ ગઈકાલે કુકમાં ખાતે પણ એસટી બસ બેકાબૂ બનતા બે લોકોના મોત થયા હતા

ભુજના કુકમાં ખાતે ગઈકાલે ભુજ રાપર રૂટની એસટી બસ બેકાબૂ બની હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના મોત નીપજ્યાં હતા. તેમજ અનેક વાહનો અને દુકાનોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. તેના બીજા જ દિવસે આજે ફરી એક એસટીની બસ ભુજોડી નજીક બેકાબૂ બની ડિવાઈડર કુદી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એક ઊંટ ગાડી પણ અડફેટે ચડી જતા તેમાં નુકસાન પહોંચ્યું હતું. સદભાગ્યે ઊંટનો આબાદ બચાવ થયો હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું. ભૂજ તરફ આવતી એસટીની સ્લીપર બસનો અકસ્માત આજે ગુરુવારે સર્જાયો હતો.

ઊંટગાડીમાં ભારે નુકસાન
આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ એસટીની સ્લીપર બસ ભૂજ તરફ આગળ વધી રહી હતી ત્યારે અચાનક બેકાબૂ બની હતી અને એક ઊંટગાડીને અડફેટે લઈ ડિવાઈડર કૂદીને સામે તરફના માર્ગે પહોંચી ગઈ હતી. બસમાં કેટલા મુસાફરો સવાર હતા તે જાણી શકાયું નથી. જોકે, અડફેટે આવેલી ઊંટગાડીમાં ભારે નુકસાન થયું હતું. જ્યારે ઊંટને પણ ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. સદભાગ્યે ઊંટનો જીવ બચી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બે દિવસમાં એસટી બસના અમુક અંતરના માર્ગે બે અકસ્માત સર્જાતા એસટીમાં મુસાફરીને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...