દુર્ઘટના:કનૈયાબે પાસે કારની અડફેટે રિક્ષા સવાર ગાંધીધામના વૃધ્ધ મહિલાનું મોત

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં પતિની નજર સામે પત્નીનો જીવ ગયો

ભુજ ભચાઉ રોડ પર કનૈયાબે ગામના બસ સ્ટેશન પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં કારની અડફેટે રિક્ષામાં જઇ રહેલા ગાંધીધામના મહેશ્વરીનગરમાં રહેતા વયસ્ક દંપતિને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પધ્ધર પોલીસ મથકે ગાંધીધામના સુંદરપુરી ખાતે રહેતા દેવજીભાઇ લાલજીભાઇ પાતાડીયાએ ઘટના અંગે જાણ કરી હતી કે, બનાવ શનિવારે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં કનૈયાબે ગામના બસ સ્ટેશન પાસેના રોડ પર બન્યો હતો.

તેમના નાના નાની રિક્ષાથી ગાંધીધામ આવી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી બ્રેઝા કારના ચાલકે તેમની રિક્ષાને ધડાકા સાથે અડફેટે લેતાં તેમના નાની મેઘબાઇ મેઘજીભાઇ ફફલ (ઉ.વ.66) અને નાના મેધજીભાઇ નારાણભાઇ મહેશ્વરી રહે મહેશ્વરીનગર ગાંધીધામને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે મેઘબાઇ મઘજીભાઇ ફફલને મૃત જાહેર કર્યા હતા. જ્યારે નાના મેઘજીભાઇને સારવાર હેઠળ રખાયા છે. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...