છબરડો:મોડપરમાં એકલા રહેતાં વૃદ્ધાને 28 લાખનું વીજ બિલ ફટકારાયું !

સામખિયાળી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છબરડાનું ધ્યાન દોરવા ગામલોકો સામખિયાળી વીજ કચેરીએ ધસી ગયા

ભચાઉ તાલુકાની વાંઢિયા જૂથ ગ્રામપંચાયત તળે આવતા મોડપર ગામમાં એકલા રહેતા વૃધ્ધાને ઘર વપરાશ પેટે અધધ 28 લાખ રૂપિયાનું વીજ બિલ ફટકારવામાં આવ્યું હતું. મીટર રીડરે પણ કોઇ વિચાર કે તર્ક લડાવ્યા વિના ફાડેલા આ બિલ વિશે ધ્યાન દોરવા ગ્રામજનો સામખિયાળીની વીજ કચેરીએ ધસી ગયા હતા.

ગામ માં અંદાજે 30થી35 ઘરોની પટેલ સમાજ ની વસ્તી છે તેમાં મોટા ભાગના લોકો ધંધાર્થે મુંબઈ વસે છે. આગેવાન કાનાભાઇ પટેલે જણાવ્યું હતું કે, હર્ષદ વશરામભાઇ ગામીના ઘરે ફક્ત એક વૃદ્ધ મહિલા રહે છે તેમને 28 લાખનું બિલ ફટકારી દેવાયું હતું. આ અંગે સામખિયાળીની વીજ કચેરીમાં રજૂઆત કરાઇ હતી. નાયબ વીજ ઇજનેર ઓ. એચ. પરમાર સાથે આ બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જે મીટરમાં મોટા બિલ આવેલા છે તે જંપ મારતા લાગે છે આવા મીટરોનું લેબોરેટરી પરીક્ષણ કરાવીને નવા મીટર લગાવી દેવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...