કેફીદ્રવ્ય મળી આવ્યું:જખૌ સમીપે આવેલા લુણા બેટ પરથી જૂનું ડ્રગ્સનું પેકેટ બરામદ, પોલીસને સોંપાયુ

નારાયણ સરોવર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા દિવસે કેફીદ્રવ્ય મળી આવ્યું

સતત બીજા દિવસે જખૌ સમીપે આવેલા લુણા બેટ પરથી બીએસએફની ટીમને ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું છે.જેનો કબ્જો જખૌ મરીન પોલીસને સોંપવામાં આવશે.

અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારોમાં બિનવારસુ ડ્રગ્સના પેકેટો અવિરત મળતા આવ્યા છે જે સિલસિલો બંધ થવાનું નામ જ ન લેતો હોય તેમ ફરી એકવાર બીએસએફના જવાનોને જખૌના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સાંજના 6 વાગ્યાના અરસામાં લુણા બેટ પરથી ચરસનું પેકેટ મળી આવ્યું છે તે કબ્જે કરી જખૌ મરીન પોલીસને સોંપવામાં આવશે.સૂત્રોએ જણાવ્યું કે,આ પેકેટ ઘણું જૂનું છે સંભવત દરિયામાં માછલીઓએ તેને ફાડી ખાધું હોય તેવું લાગી રહ્યું છે.જેના કારણે પેકેટ તૂટેલુ છે.

અન્ય સમાચારો પણ છે...