એટીએસની બાતમીના આધારે કોસ્ટગાર્ડની ટીમે પાકિસ્તાનની અલનોમાન નામની બોટને દરિયામાં અટકાવી 7 પાકિસ્તાની શખ્સોને ઝડપી લીધા હતા તેઓએ પૂછતાછમાં કબૂલાત આપી હતી કે,કોસ્ટગાર્ડને જોઈને બે કોથળામાં રહેલા ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દીધા હતા જેથી એજન્સીઓ એલર્ટ બની જતા જખૌના શિયાળબેટ પાસેથી ડ્રગ્સના 49 પેકેટ મળી આવ્યા છે જેની કિંમત 250 કરોડ આંકવામાં આવી છે.
આ કેસની તપાસ એટીએસ પાસે હોવાથી જખૌમાં આરોપીઓને લાવી માલની પૃષ્ટિ પણ કરવામાં આવી હતી દરમ્યાન કબુલાતમાં સામે આવ્યું કે,પાકિસ્તાનના ડ્રગ માફિયા રાહીબ અને શાહિદે આ માલ મોકલ્યો હતો જેથી હવે આ દિશામાં તપાસ શરૂ કરી ભારતમાં તેની ડિલિવરી કોણ લેવાનું હતું અને માલ કોણે મંગાવ્યો હતો એ દિશામાં છાનબીન શરૂ કરવામાં આવી છે.
દરમ્યાન એક મહિના અગાઉ જ્યારે એટીએસ દ્વારા જખૌ પાસેથી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું ત્યારે ભારતમાં યુપીના રાજી હૈદરે આ માલ મંગાવ્યો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી હાલ તે રિમાન્ડ દરમિયાન એટીએસ પાસે છે.જેની તપાસ પણ ચાલુ છે અત્યારસુધીના ઘટનાક્રમમાં બંને ડ્રગ્સકેસમાં કોઈ કડી ન મળી હોવાનું ATSના સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.