આત્મહત્યા:જીઆઇડીસીમાં બીમારીથી કંટાળી વયોવૃદ્ધે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાત્રે જમીને પરિવાર સુઇ ગયો બાદમાં ભરી લીધું આત્મઘાતી પગલું

ભુજના જીઆઇડીસી વિસ્તારના સંજયનગરીમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધે બીમારીથી કંટાળી જઇને મોડી રાત્રે પોતાના જ ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં પરિવારજનોમાં ગમગની છવાઇ ગઇ છે. જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે રાત્રીના અગ્યારથી ત્રણ વાગ્યા દરમિયાન બન્યો હતો.

હતભાગી પિતાને હોસ્પિટલમાં લઇ આવનાર પુત્ર ભોલાસિંઘ સૌભરંગસિંઘ રાજપુત (ઉ.વ.40)એ એમએલસીમાં નોંધ કરાવી હતી કે, તેમના પિતા સૌભરંગસિંઘ રાજપુત (ઉ.વ.70) માનસિક બીમારીથી કંટાળી ગયા હતા. રવિવારે રાત્રે જમીને સુઇ ગયા બાદ રાત્રીના અગ્યાર વાગ્યા પછી કોઇ પણ સમયે ઘરમાં લોખંડના થાંભલા પર નાયલોનની રસી બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો.

જેમને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં હાજર પરના તબીબે વહેલી પરોઢે સાડા પાંચ વાગ્યાના અરસામાં મૃત જાહેર કર્યા હતા. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મેન્ટલ હોસ્પિટલમાં દાખલ અંજારના વૃધ્ધ મહિલાનું બીમારીથી મોત
અંજાર તાલુકાના દબડા ગામે રહેતા નીતીન વિશ્રામભાઇ ચૌહાણ (ઉ.વ.32)એ પોલીસને જણાવ્યું હતું કે, ગત 22 ઓગસ્ટ 2022ના કોર્ટના આદેશથી તેમની માતા મંગળાબેન વિશ્રામભાઇ ચૌહાણ (ઉ.વ.64)ને ભુજ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓની સોમવારે તબીયત લથડતાં સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મરણ જાહેર કર્યા હતા. પોલીસે બનાવની જાણવા જોગ નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...