ભુજ તાલુકાના લોરિયા હનુમાનનગરના હાઇવે પર રોડ મંગળવારે રાત્રે રસ્તો ઓળંગી રહેલા વૃધ્ધ ખેડૂતનું કારની ટકકરે ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. માધાપર પોલીસ મથકે હતભાગીના પુત્રએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ ગુનો નોંધાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ બનાવ મંગળવારે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. સુમરાસરશેખ ગામે અમીબાગ વાડી વિસ્તારમાં રહેતા ફુલવીરસિંઘ દર્શનસિંઘ ઢીલોન (ઉ.વ.60) લોરિયા હનુમાન નગરના હાઇવે પર રોડ ક્રોસ કરતા હતા. ત્યારે પૂરઝડપે આવતી કારના ચાલકે તેમને ટકકર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મરણ જનારના પુત્ર કરનસિંઘે અજાણ્યા વાહન સામે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.