બર્નિંગ કાર:ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે પુરપાટ ઝડપે દોડી રહેલી ઈકો કારમાં આગ લાગી, કારમાં સવાર લોકોનો આબાદ બચાવ

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે આગ પર ભૂજ ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવાયો

ભૂજના સુરલભીઠ માર્ગ તરફના લખુરાઈ ચાર રસ્તા પાસે આજે બપોરના અરસામાં પુરપાટ જતી ઇકો કારમાં અચાનક આગ લાગી ઉઠી હતી. આગની જાણ થતાં કારમાં સવાર લોકો નીચે ઉતરી જતા જાનહાF ટળી હતી. જોકે જાહેર માર્ગ પર લાગેલી આગના કારણે આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ઘટનાને પગલે ભેગા થઈ ગયેલા સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દ્વારા તુરંત ઘટનાસ્થળે દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને વધુ નુક્શાનીમાંથી બચાવી હતી.

ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લેતા વધુ નુકસાનથર બચ્યું
આ વિશે પ્રાપ્ત માહિતી મુજબ ભૂજ શહેરની ભાગોળે સુરલભીઠ તરફના લખુરાઈ ચાર રસ્તા પાસે કાર નંબર GJ12 DM 9529માં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. આગના પગલે લોકોની ભીડ એકઠી થઈ જવા પામી હતી. જ્યારે કાર ચાલક બનાવના પગલે હેબતાઈ ગયો હતો અને માહિતી પણ નહોતો આપી શકતો. આ અંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે કાર સ્પીડમાં જઈ રહી હતી અને તેમાં આગ લાગી ઉઠી હતી. જોકે ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લઈ લીધી હતી. આ કામગીરીમાં ફાયરટીમના ભગતસિંહ જાડેજા,વિશાલ ગઢવી, ઈમ્તિયાઝ સમાં, સોહમ ગોસ્વામી, સુનિલ મકવાણા, પિયુષ સોલંકી વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...