કચ્છમાં સતત ધરતીકંપના આંચકા અનુભવાય રહ્યા છે. ત્યારે આજે વધુ એક આફટરશોક અનુભવાયો હતો. આજે બુધવારે બપોરે 2.31 કલાકે પૂર્વ કચ્છના રાપર નગરથી 13 કિલોમીટર દૂર પશ્વિમ-દક્ષિણ દિશાએ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. 3.6ની તીવ્રતા સાથેનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. જોકે, કચ્છની લગાતાર ધ્રુજી રહેલી ધરતીના કારણે લોકોમાં તેની ખાસ અસર વર્તાઈ નહોતી. પરંતુ સપ્તાહ દરમિયાન રાપર નજીક 3 થી વધુંની તીવ્રતાનો આ બીજો આફટરશોક આવતા લોકોમાં ચિંતા સાથે આ અંગે ચર્ચા ફેલાઈ હતી.
કચ્છમાં ધરા ધુજવી તે હવે કાયમી બની ગયું
કચ્છ અને ભૂકંપ એકમેકના પર્યાય બની ગયા છે અને હવે ધરા ધુજવી અહીં કાયમી બની ગઈ છે. કચ્છના વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ દરેક આફટરશોકની નોંધ લોકોને જાણવા મળી રહી છે. એ ગોઝારા ભૂકંપને આગામી પ્રજાસત્તાક દિવસે 22 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેમ છતાં એક પણ માસ આફટરશોક વિના બાકાત રહી શક્યો નથી. આ આંચકાઓ ભૂકંપની કડવી યાદો સાથે લોકોને સતત સચેત બનવવાનું કામ પણ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.