મોટી દુર્ઘટના ટળી:સામખીયાળી-મોરબી ધોરીમાર્ગ પર કટારીયા પાટિયા પાસે અમુલનો મીની ટેમ્પો પલટી ખાઇ ગયો, સદભાગ્યે ચાલકનો બચાવ થયો

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી તરફથી કચ્છના ગાંધીધામ તરફ અમુલ પ્રોડક્ટ ભરેલો ટેમ્પો પલટી ગયો હતો
  • ટ્રાફિક વ્યવહારને અડચણરૂપ ટેમ્પોને હાઇવે પેટ્રોલિંગ ટીમ દ્વારા ક્રેનની મદદ વડે દૂર કરાયો

પૂર્વ કચ્છના સામખીયાળીથી મોરબી તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે શુક્રવારે સવારે 10 વાગ્યાના અરસામાં કચ્છ તરફ આવતો અમૂલની પ્રોડક્ટ ભરેલો મીની ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કટારીયા પાટિયા નજીક પલટી ખાઇ ગયો હતો. સદભાગ્યે આ બનાવમાં ચાલકનો બચાવ થતાં જાનહાનિ ટળી હતી. જ્યારે ટ્રાફિક વ્યવહારને અડચણરૂપ ટેમ્પોને હાઇવે પેટ્રોલિંગ ટીમ દ્વારા ક્રેનની મદદ વડે દૂર કરવામાં આવ્યો હતો.

સદભાગ્યે વાહન ચાલકનો બચાવ થયો

સામખીયાળી-મોરબી ધોરીમાર્ગ પર અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે. તેમાં આજે ફરી એક અકસ્માત સર્જાયો હતો. જોકે આજે થયેલા અકસ્માતમાં વાહન ચાલકનો બચાવ થયો હતો. જેમને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. મોરબી બાજુથી ગાંધીધામ બાજુ આવી રહેલો ટેમ્પો અચાનક પલટી જતા માર્ગ પર ફસડાઈ પડ્યો હતો. જેને હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ક્રેનની મદદ વડે દૂર કર્યો હોવાનું નરેશ હૂંબલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...