અંજાર એપીએમસીની આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ત્રણ પૈકી ખેડૂત અને વેપારી વિભાગની 14 બેઠકો પર ઉત્સાહભેર મતદાન થયું હતું. જ્યારે ખરીદ વેંચાણ વિભગની બન્ને બેઠકો આ પૂર્વે બિનહરીફ જાહેર થઈ છે. જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં એપીએમસી સંકુલ ખાતે સવારે 9 થી સાંજના 5 સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર 12 ઉમેદવારોના સમર્થનમાં 1118 મતોમાંથી 992 મત પડતા 87 ટકા મતદાન નોંધાયું હતું. તો વેપારી વિભાગની 4 બેઠકો માટે 5 ઉમેદવારો સામે તમામ 47 મત પડ્યા હતા. કુલ 16 બેઠક ધરાવતી એપોએમસી માટે થયેલા મતદાનનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે.
અંજાર એપીએમસીની ચૂંટણી અંગે સેક્રેટરી મુરજી મયાત્રાએ આપેલી માહિતિ અનુસાર આજે સંકુલ ખાતે આયોજિત મતદાન પ્રક્રિયા જીલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના મેઘા અગ્રવાલની અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આવતીકાલ સવારથીજ મતગણતરી શરૂ થયા બાદ બપોર સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે. તેમાં ખેડૂત વિભાગમાં સૌથી વધુ મત મેળવનાર 10 ઉમેદવારો વિજેતા જાહેર થશે જ્યારે ઓછા મત ફરવતા 2 ઉમેદવારો પરાજિત નોંધાશે. એજ રીતે વેપારી વિભાગમાં 4માંથી 1 ઉમેદવાર પરાજિત નોંધાશે. ચેરમેન પદની નિયુક્તિ વિજેતા ઉમેદવારો નક્કી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.