કચ્છમાં ગરમી વધી:રાજ્યના 7 ગરમ મથકોમાં જિલ્લાના 4

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે દી’ છૂટાછવાયા સ્થળોઅે હળવા વરસાદની વકી

કચ્છમાં વધતી ગરમી વચ્ચે હવામાન વિભાગે શુક્ર અને શનિવારના જિલ્લાના અમુક સ્થળે હળવા વરસાદની શક્યતા દર્શાવી છે અને તાપમાનનો પારો ઉંચકાતાં રાજ્યના 7 ગરમ મથકોમાં કચ્છના ચારેય મથકો તપ્યા હતા. જિલ્લામાં મેઘરાજાઅે વિરામ લીધા બાદ તાપમાનનો પારો ફરી ઉંચકાયો છે અને દિવસ દરમ્યાન બફારો વધતાં લોકો ગરમીથી રેબઝેબ થઇ ગયા છે. અા વચ્ચે હવામાન વિભાગે તા.2-9,શુક્રવાર અને તા.3-9, શનિવારના જિલ્લાના છૂટાછવાયા સ્થળોઅે હળવા વરસાદની શક્યતા દર્શાવી છે.

વરસાદ ચાલુ થવાની સાથે પવનની ઝડપ વધીને પ્રતિ કલાક 40 કિ.મી.ની રહેશે અને વરસાદ બંધ થવાની સાથે પવનની રફતાર ધીમી થઇ જશે. ગુરૂવારે રાજ્યના 7 ગરમ મથકોમાં ચારેય મથકોનો સમાવેશ થાય છે, જેમાં રાજ્યમાં સાૈથી ગરમ મહુવામાં 34.6 ડિગ્રી, ત્યારબાદ બીજા નંબરે કંડલા પોર્ટ 34.4 ડિગ્રી, ત્રીજા નંબરે કંડલા અેરપોર્ટ પર 33.8 ડિગ્રી, ડિસા 33.4 ડિગ્રી, પાંચમા નંબરે ભુજ 33.0 ડિગ્રી, દિવમાં 32.1 ડિગ્રી તેમજ સાતમા નંબરે નલિયામાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...