અડચણ:કોરોનાની દહેશત વચ્ચે કોવિશિલ્ડનો કકળાટ; લોકો રખડે છે પણ રસી નથી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આંતરરાજ્ય અને વિદેશ જવા ઇચ્છુક લોકો માટે અડચણ

કોરોનાને હવે લોકો હળવાશથી લઈ રહ્યા છે પણ બહારગામ જતી વેળાએ ઘણી વખત રસી લીધી હોવાના સર્ટિફિકેટ માંગવામાં આવે છે.હાલમાં શિયાળાની સીઝનમાં ઘણા લોકો બહારગામ ફરવા જઈ રહ્યા છે તો ઘણા ધાર્મિક યાત્રાએ જવા ઈચ્છે છે પણ છેલ્લા એક મહિનાથી રસીનો કોઈ સ્ટોક ન હોવાથી લોકોને સરકારી દવાખાનાના માત્ર ધક્કા પડે છે અને ત્યાંથી જવાબ મળે છે,રસી આવશે ત્યારે આપવામાં આવશે.

લાંબા સમયથી કોરોના વેક્સિન લેવા માટે આરોગ્ય કેન્દ્ર સુધી ન જનારા લોકો હવે કોરોના વકરશે અને વધારે સ્ટ્રોંગ વેરિઅન્ટ બીએફ સેવન સાથે પ્રસરશે તેવા ભયના લીધે રોજ સરકારી દવાખાનાના ચક્કર લગાવી રહ્યા છે પણ રસી ન હોવાથી ધક્કો પડે છે.જિલ્લામાં સૌથી વધુ 83 ટકા ડોઝ કોવિશીલ્ડ રસીના અપાયા છે તેનો સ્ટોક મહિનાથી ખાલી થઇ ગયો છે કોવેકસીનના ડોઝ પૂર્ણ થઈ જતા તાજેતરમાં 4 હજાર આવ્યા હતા તેય પુરા થવા આવ્યા.પણ જેની જરૂર છે તે કોવિશિલ્ડ માટે માત્ર આશ્વાસન જ મળી રહ્યા છે. ક્યારે રસી આવશે એ નક્કી નથી.

પેઇડ રસીકરણનો પ્રોજેકટ સાર્થક ન થયો
સરકારે ખાનગી હોસ્પિટલમાં પૈસા ખર્ચીને રસી લેવા માટેનો વિકલ્પ આપ્યો હતો તેમાં મહિનાઓ સુધી કચ્છની હોસ્પિટલોને પરવાનગી ન મળી અને જ્યાં પરવાનગી મળી ત્યાં પૈસા ખર્ચીને રસી લેવા વાળો વર્ગ માત્ર સિંગલ ડિજિટમાં હતો જેથી આ પ્રોજેકટ કચ્છમાં સાર્થક થયો નથી.

રસી ન હોતા સાઈટ પણ ઘટી ગઈ
અગાઉ કચ્છમાં રસીકરણ માટે 300 થી 400 સાઈટ બતાવવામાં આવી હતી પણ ધીરે ધીરે તેમાં ઘટાડો થયો અને હવે તો સાઈટ ઘટીને 20 થઈ ગઈ હોવાનું પોર્ટલ પરથી જાણવા મળ્યું છે.

રસી ક્યારે આવશે ?
- માંગણી મૂકી દેવાઈ છે,રિજનલ સેન્ટર રાજકોટમાં આવતા જથ્થો મળી જશે
કેટલા ડોઝ આવ્યા છે ?
-કોવેકસીનના 4 હજાર ડોઝ આવ્યા હતા તે કેન્દ્રો પર મોકલાયા છે
સૌથી વધુ માંગ કોવિશિલ્ડની છે એ રસી કેમ નથી
- હા,સૌથી વધુ માંગ કોવિશિલ્ડની હોવાથી તેના 30 હજાર ડોઝની માગણી મુકાઈ છે
બાળકો માટેની વેકસીન છે
- ના,હાલમાં કાર્બોવેક્સ રસી નથી જેથી તેના પણ 1500 ડોઝ મંગાવાયા છે. - ડો. જે.એ. ખત્રી, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...