સૂરજદાદાનો વધતો જતો પ્રકોપ:કચ્છમાં ધોમધખતી ગરમી વચ્ચે જાહેર માર્ગો પર સુનકાર છવાયો, શ્રમજીવી વર્ગની હાલત વધુ દયનિય બની

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણા-કોટડા માર્ગના નવિનીકરણ દરમિયાન મહિલાઓને અસહ્ય ગરમીમાં કામ કરવાનો વારો

આકરા તાપના કારણે એક તરફ શહેર અને ગ્રામીણ માર્ગો સુમસાન બન્યા છે. બીજી તરફ પેટનો ખાડો પૂરવા કાળઝાળ તાપમાં શ્રમજીવી વર્ગને મહેનત કરવી પડી રહી છે. પેટની ભૂખ સંતોષવા ઉનાળાના મધ્યાહ્ને સૂર્યની ધગધગતી ગરમીમાં ગરીબ લોકો કામ કરતા જોવા મળી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર હજુ વધુ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ શ્રમજીવી લોકો હિટવેવની અવગણના કરી પોતાનું કર્મ કરી રહ્યા છે.

આજે બપોરના ધોમધખતા તાપ વચ્ચે નખત્રાણા-કોટડા ધોરીમાર્ગના નવિનીકરણ કાર્ય દરમિયાન સાઇટ પર જામી ગયેલી ધૂળ હટાવીને સફાઇ કરતા સાતેક મહિલાઓ જોવા મળી હતી. એક તરફ હિટવેવની આગાહી અને આગ ઝરતી લૂના કારણે બપોરના સમયે ઘરથી બહાર નીકળી શકાય એમ નથી. લોકો જરૂરી કામ સિવાય ઘરથી બહાર જવાનું ટાળી રહ્યા છે. ત્યારે આ પ્રકારની મહિલાઓ પોતાના કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરવા આરોગ્યની ચિંતા કર્યા વગર કામગીરી કરતાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...