• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Amid Extreme Heat In Kutch, The Weather Changed, Raining In Bhachauna Chobari And Anjar Caused The Roads To Become Waterlogged.

ભાદરવામાં અષાઢી માહોલ:કચ્છમાં આકરી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો, અંજારમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા

કચ્છ (ભુજ )19 દિવસ પહેલા
  • ભુજ, અંજાર, ભચાઉ , અબડાસા, નખત્રાણા અને માંડવી તાલુકાના ગામોમાં વરસાદ

કચ્છમાં છેલ્લા સાપ્તાહથી પડી રહેલી ઉગ્ર ગરમી અને ઉકળાટમાં સતત વધારો થતા જન જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જોકે હવામાન વિભાગે આપેલી આગાહી વચ્ચે ગઈકાલથી જિલ્લાના અનેક સ્થળે શરૂ થયેલા છુટા છવાયા વરસાદી ઝાપટા આજે શનિવારે પણ યથાવત રહેતા ક્ષણિક રાહત વ્યાપી હતી. પરંતુ ભાદરવા માસના ઝાપટારૂપી વરસાદના પાણી વહ્યા બાદ તુરંત તડકો આવી જતા સૂર્યના તાપમાં કોઈ રાહત મળી રહી નથી. આજે ભુજ, અંજાર, ભચાઉ, અબડાસા, નખત્રાણા અને માંડવી તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર ઝાપટા પડ્યા હતા. તેને લઈ માર્ગો પર પાણી પણ વહી નીકળ્યા હતા. અંજારમાં બપોરે ચારથી છ વાગ્યા દરમિયાન બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

જિલ્લામાં અનેક સ્થળે હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસ્યા
આજે શનિવારે બપોરે જિલ્લા મથક ભૂજ શહેરના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદના છૂટક ઝાપટા પડ્યા હતા. તાલુકાના મીરજાપર, માનકુવા સહિતના ગ્રામ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ભુજમાં વરસાદી માહોલમાં સૂર્યનું આવાગમન ચાલુ રહ્યું હતું. જિલ્લામાં અંજાર તાલુકાના આંબાપર ગામે વરસાદી ઝાપટું પડ્યું હતું. અબડાસાના અરજણપર, રાયધનજર અને કોઠારા સહિતના ગામોમાં ઝાપટા પડ્યા હતા. નખત્રાણા તાલુકાનાં નેત્રા, કોડાય,ટોડીયા, ઉખેડા વગેરેમાં પણ વરસાદ નોંધાયો હતો. અમુક સ્થળે ઝાડમાં પાકેલા દાડમ ખરી જતા નુકશાની પામ્યા હતા. ભચાઉના ચોબારીમાં મુશળધાર વરસાદ વરસતા અડધા ઇંચથી વધુ પાણી પડી ગયાનું શંભુભાઈ અહિરે જણાવ્યું હતું. માંડવીના લાયજા ચાર રસ્તા, ગઢશીસામાં પણ સામાન્ય વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ભુજમાં વીજળી પડી ભુજ શહેરમાં આજે સર્જાયેલા વરસાદી વાતાવરણમાં બપોરના સમયે ભીડ ગેટ પાસેના કામલાણી ફળિયામાં એક મકાન પર પડી આકાશી વીજળી પડયાની ઘટના બની હતી. જેમાં મકાન ઉપરનાના પતરા તૂટી ગયા હતા અને ઘરમાં રહેલા ટીવી,ફ્રીજ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. સદભાગ્યે આ બનાવમાં કોઈને ઇજા પહોંચી નથી.

અન્ય સમાચારો પણ છે...