ચોરી:કોટડા(મઢ)માંથી 1.50 લાખના એલ્યુમિનીયમના વાયરો ચોરાયા

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કટરથી ​​​​​​​તસ્કરો વાયર કાપી જતા લાઈન બંધ થઈ હતી

લખપત તાલુકાના કોટડા(મઢ)થી સાંભડાના વિસ્તારમાંથી 1.50 લાખના એલ્યુમિનીયમના વાયરો ચોરાઇ ગયા હોવાની મહિના જુની ઘટનામાં પોલીસે ભંગાર પકડ્યો ત્યારે કંપનીના સુપરવાઇઝર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

મૂળ રાજસ્થાનના અને અમરબહા પાવર પ્રા. લિમિટેડ કંપનીના સુપરવાઇઝર વિરમારામ તેજારામ જાટે દયાપર પોલીસમાં જણાવ્યું કે,કોટડા મઢથી સાંભડા ગામ સુધીના 11 કિલોમીટરના વિસ્તારમાં વીજ લાઈન પાથરવામાં આવી છે.જેમાં દોઢ મહિના અગાઉ એલ્યુમિનીયમના વાયર લગાવવામાં આવ્યા હતા.

ગત 8 મી ઓગસ્ટના ચેકિંગ કરવામાં આવતા પોલ નંબર 79 થી 89 સુધીના વિસ્તારમાં લગાવવામાં આવેલા પેનથર કનેક્ટર (એલ્યુમિનીયમના વાયર)જોવામાં ન આવતા તપાસ કરવામાં આવી હતી પણ કોઈ સુરાગ ન મળ્યો બાદમાં જાણવા મળ્યું કે,દયાપર પોલીસે એલ્યુમિનીયમના ભંગારનો જથ્થો પકડ્યો છે જેથી પોલીસ સ્ટેશને જઈ ચકાસતા છોટા હાથીમાં ભંગાર જણાયો હતો.

અન્ય સમાચારો પણ છે...