પ્રદીપ શર્માની હવે ચુડવાના કેસમાં ધરપકડ કરતા તેમની સામે થયેલા જૂના કેસોની ચર્ચા ફરી શરૂ થઇ છે. પૂર્વ કલેક્ટર સામે કચ્છમાં જૂદા-જુદા ચારેક કેસ નોંધાયેલા છે. જેમાં ભુજની નવી જથ્થાબંધ બજારમાં પ્લોટની ફાળવણી, અંજારમાં વેલ્સપન કંપનીને જમીનનો મુદ્દો, સામાઘોઘામાં જિંદાલ સૉ પાઈપ લિમિટેડ જમીન પ્રકરણ, પાલારા જેલમાંથી મળેલા મોબાઇલના અલગથી કેસનો સમાવેશ થાય છે. અા કેસના ભાગરૂપે પ્રદીપ શર્માઅે લાંબો સમય પાલારા જેલમાં વિતાવવો પડ્યો છે.
સાૈથી પહેલા વર્ષ 2009-10માં પ્રદીપ શર્મા ભાવનગર કમિશનર હતા ત્યારે ભુજની નવી જથ્થાબંધ માર્કેટમાં પ્લોટની ફાળવીમાં ગેરરીતિના કેસમાં તેમની ભાવનગરથી ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ અંજારના વરસામેડી જમીન કેસ અને મુન્દ્રામાં સમાઘોઘાના પ્રકરણમાં અગિયાર મહિના સુધી ભુજ પાલારાની ખાસ જેલમાં રહ્રયા હતાં.
અંતે સુપ્રીમ કોર્ટે જામીન આપતા મુક્ત થયા હતાં. આ કેસમાં અગિયાર મહિનાના જેલવાસ ઉપરાંત અગાઉ તેઓ ભુજના જથ્થાબંધ બજારના કેસમાં નવ મહિના સુધી જેલમાં રહી ચૂક્યા હતા. રાજ્યની સીઆઇડી ક્રાઇમે વેલસ્પન અને સમાઘોઘાના કેસમાં તેમની દિલ્હીમાંથી 15મી ફેબ્રુઆરી 2011ના રોજ ધરપકડ કરી હતી.
જેલવાસ દરમિયાન પાલારા જેલમાં ચેકિંગ કરાતા તેમની પાસે મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે અંગે પણ કેસ દાખલ કરાયો હતો. ત્યારબાદ ઇડીએ અલગથી મની લોન્ડરીંગનો પણ કેસ કર્યો હતો. તેવામાં વધુ એક ચુડવાનો કેસ તેમના પર દાખલ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.