પ્રગતિ:પશ્ચિમ કચ્છમાં પોલીસને તાલીમ બાદ બોડીવોર્ન કેમેરાની ફાળવણી શરૂ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નેત્રમ કમાન્ડ સેન્ટર અને ગાંધીનગર થાય છે સીધું રેકોર્ડિંગ
  • ટ્રાફિક પોલીસને​​​​​​​ 17 સહિત પો.સ્ટે. વાઇઝ કેમેરા આપવાની ચાલતી કામગીરી

અમદાવાદમાં બોડીવોર્ન કેમેરાનો પ્રોજેકટ સફળ રહ્યા બાદ રાજ્યભરમાં આ પ્રોજેકટ અમલમાં મુકવાનું ગૃહ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ત્યારે પશ્ચિમ કચ્છમાં પણ પોલીસ કર્મચારીઓ માટે બોડીવોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવી હોઇ તાલીમ આપ્યા બાદ તેમાં રેકોર્ડીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ટ્રાફિક પોલીસ તેમજ બંદોબસ્તની ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓની વરદીમાં ખિસ્સાના ઉપરના ભાગે આ કેમેરો લગાવવામાં આવે છે જેનાથી આસપાસ થતી તમામ મુવમેન્ટ ઓડિયો અને વિડિઓ વિઝ્યુઅલમાં રેકર્ડ થઈ જાય છે.જેના ઉપયોગ સંદર્ભે પોલીસ મથક વાઇઝ તાલીમ આપવામાં આવી છે અને ઘણા પોલીસ મથકોમાં સ્ટાફને તાલીમ આપવાનું પ્રગતિ હેઠળ છે.

સૂત્રોએ જણાવ્યું કે,કેમેરાનું રેકોર્ડીંગ ભુજ નેત્રમ કમાન્ડ સેન્ટરમાં થશે તેમજ રાજ્યના તમામ કેમેરાનું રેકોર્ડીંગ ગાંધીનગરમાં થશે.ટ્રાફિક પોલીસને 17 સહિત પોલીસ સ્ટેશન વાઇઝ કેમેરા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે,લોકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે થતા ઘર્ષણને ટાળવા, VIP બંદોબસ્ત તથા કર્ફ્યુ જેવી સ્થિતિમાં મોનિટરિંગ કરવા માટે આ કેમેરા ઉપયોગી સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...