ખનિજચોરી:મખણા-ઓરીરાથી નિરોણા સુધીના રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીઠી ઝાડીનો સોથ વાળી, ખનિજચોરી કરાતી હોવાની કલેક્ટરને રાવ

ભુજ તાલુકાના મખણાથી વટાછડ, મેડીસર, અોરીરા, નિરોણા સુધીના રોડના કામમાં ભ્રષ્ટાચાર અાચરાતો હોવાના અાક્ષેપ સાથે જિલ્લા સમાહર્તાને રજૂઅાત કરાઇ છે. મખણાથી વટાછડ, મેડીસર, અોરીરા, નિરોણા સુધીના માર્ગના કામમાં કરોડોના ભ્રષ્ટાચારના અાક્ષેપો ઉઠી રહ્યા છે. રસ્તાના અા કામ માટે બાજુમાં અાવેલા ડુંગરો ખોદીને ખનિજ ચોરી કરવામાં અાવી રહી છે અને લીલી ઝાડીનો સોથ વાળી દેવામાં અાવી રહ્યો છે. વધુમાં રસ્તાના કામમાં મેટલના બદલે માત્રને માત્ર માટી નાખવામાં અાવી રહી છે.

અા માર્ગમાં વચ્ચે અાવતા પુલિયાના કામમાં પણ સિમેન્ટની ખાલી બોરીઅો અને હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં અાવી છે. રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર અને ખનિજ ચોરીના અાક્ષેપ સાથે સુમરાસર (જત)ના સિધિક અારી જતે કલેક્ટરને લેખિત રજૂઅાત કરી છે. વધુમાં અા મુદ્દે તટસ્થ તપાસ કરી, જવાબદારો સામે કાર્યવાહી કરવા અને જયાં સુધી તટસ્થ તપાસ કે, કાર્યવાહી ન થાય ત્યાં સુધી કામના બિલોના ચુકવણા ન કરવા માંગ કરી છે. અામ છતાં જવાબદારો સામે કોઇ પગલા નહીં ભરાય તો નાછૂટકે અદાલતના દ્વાર ખખડાવાશે તેવી ચિમકી પણ તેમણે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...