લખપતના ફુલરાથી શીનાપર-છેર માર્ગના નિર્માણ કાર્યમાં ગેરરીતિના આક્ષેપ સાથે બૈયાવા ગામના અગ્રણીઓએ તેમાં સુધારાની માગ કરી હતી. તેમજ માર્ગમાં પથરાયેલો ડામર માત્ર અડધાથી એક ઇંચનો હોવાનું વીડિયો મારફતે જાહેર કર્યું હતું. અગ્રણીઓએ કાર્યસ્થળ પર પહોંચી માર્ગ પરનો ડામર હાથની આંગળી વડે ઉખડી રહ્યાનું કહી ગેરરીતિ બંધ થવાની માગ સાથે તેને સુધારવાની રજૂઆત કરી હતી.
લખપત તાલુકાના ફુલરાથી શીનપરાના માર્ગ પર ડામર રોડનું કામ ચાલી રહ્યું છે. આ માર્ગ નિર્માણમાં ગેરરીતિ થઈ રહ્યાનું ધ્યાનમાં આવતાં બૈયાવા ગામના એસ.એસ. જાડેજા અને પુનરાજપરના વિક્રમસિંહ જાડેજા સહિતના આગેવાનોએ ચાલી રહેલા માર્ગના કાર્યસ્થળે પહોંચી માર્ગની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા.
આ સિવાય કાર્યકરોએ હાથની આંગળીના ટેરેવે માર્ગ પરનો ડામર ઉખડી રહ્યો હોવાનું દર્શાવ્યું હતું. જેના પગલે તેમના દ્વારા આ માર્ગને નવેસરથી સારી રીતે બનાવવાની માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.