તપાસની માંગ:ભુજ પાલિકામાં નિયમ વિરુદ્ધ ઠરાવો કરાતા હોવાનો આક્ષેપ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CBI, એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ મારફતે તપાસની માંગ

ભુજ નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની મેન્ડેટરી જોગવાઈઓથી ઉપરવટ જઈ ઠરાવો અને કાર્યો કરવામાં આવે છે અને તેના અનુસંધાને ખર્ચ-ખરીદી કરવામાં આવે છે તે પ્રજાના નાણાંનો વ્યય થાય છે તથા આ પુર્વ નિયોજિત કૌભાંડ નગરપાલિકાના કર્મચારીઓ તથા અધિકારી દ્વારા આચરવામાં આવ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેની CBI તથા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ મારફતે તપાસ થાય તેવી ગુજરાત વિધાનસભા અધ્યક્ષને ભલામણ કરવામાં આવી હતી.

ભુજ નગરપાલિકા દ્વારા થયેલા અંદાજે સો કરોડથી વધુની અનિયમિતતા અંગે પણ સી.બી.આઈ. તથા એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ થાય તો કરોડોની અનિયમિતતા કે જેને કૌભાંડ કહી શકાય તેવી વિગતો બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે. કીંભાંડ કરવાની પદ્ધતિ તથા તેમાં સામેલ હોય શકે તેવા શંકાસ્પદ કર્મચારીઓ તથા અન્ય ઈસમોની જાણકારી મેળવી કામગીરી થવી જોઈએ.

આ અંગે સાજીદ એ. સમા દ્વારા આવા ઘડવામાં આવેલા ઠરાવોની નકલો આર.ટી.આઈ. હેઠળ મેળવી સત્તાધિકારીઓને વિસ્તૃત રજૂઆતો કરાઈ છે, તેમ છતાં આવી અનિયમિતતા અને સત્તા બહારના ઘડાયેલા ઠરાવો અંગે કોઈ કાર્યવાહી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...