આક્ષેપ:મહિલા નાયબ તાલુકા વિકાસ અધિકારી સરન્ડર ન થતા હેરાનગતિના આક્ષેપ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજાર તા. પં.માંથી બદલી પાછળ ભાજપ કાર્યકરની ભૂંડી ભૂમિકા ગણાવી
  • રજુઆત કરતા જિલ્લા વિકાસ અધિકારીઅે ખોટા નાટક ગણાવ્યાનો આરોપ

અંજાર તાલુકા પંચાયતમાં નાયબ ટી.પી.અો. તરીકે અંજનાબેન શાંતિલાલ કોટક ફરજ બજાવે છે. જેમની પાસે અભદ્ર માંગણી કર્યા બાદ માનસિક ત્રાસ અાપી રાજકીય બળના જોરે ભુજમાં બદલી કરી દેવાયોનો અાક્ષેપ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા પાસે રજુઅાત કરતા તેમણે પણ નાટકમાં ગણાવી ન્યાય ન અાપ્યાનો અારોપ મૂક્યો હતો.

બુધવારે સવારે સોશિયલ મીડિયામાં બ્રેકિંગ ન્યૂના મથાળા હેઠળ ભુજમાં ભાજપના કાર્યકરોની ખુલ્લી ગુંડાગીરી, લોહાણાની દિકરીને હેરાન કરવાનો નપુશક પ્રયાસ જેવા મેસેજ ફરતા થયા હતા. જે બાદ બપોર જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી પાસે મહિલા નાયબ ટી.ડી.અો. રજુઅાત કરવા પહોંચી હતી. જ્યાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માઅે મહિલાની રજુઅાતને નાટક ગણાવ્યાના પણ અારોપ થયા હતા. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અંજાર તાલુકા પંચાયતમાં નિવૃત્ત ડ્રાઈવર અને સેકશન અોફિસરના ઈશારે વહીવટ ચાલે છે. જેમણે ભાજપના ધારાસભ્ય પાસે વગ વાપરીને મહિલા નાયબ ટી.ડી.અો.ની ભુજમાં બદલી કરાવી દીધી છે. જે પહેલા મહિલાને સરન્ડર થવા પ્રયાસ થયા હતા.

પરંતુ, મહિલા સરન્ડર ન થતા ભુજમાં બદલીનો હથિયાર ઉગામાવાયું છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જે બાદ અન્ય ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પદાધિકારી દ્વારા મહિલાને ન્યાય અપાવવા જિલ્લા અધિકારીને બોદલાવાયા હતા. પરંતુ, અધિકારીઅે અાશ્વાસન અાપ્યું હતું અને કોઈ કાર્યવાહી કરી ન હતી. જોકે, બુધવારે જિલ્લા પંચાયતમાં મહિલા નાયબ ટી.ડી.અો. ન્યાય માટે દોડધામ કરતી જોવા મળી હતી. જેણે 2022ની 22મી માર્ચે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, તેની કાર પાછળ અન્ય અેક કાર અને બે ઈસમો પીછો કરતા હતા. કાર ઊભી રાખું તો તેઅો પણ ઊભું રાખતા હતા.

અન્ય સમાચારો પણ છે...