ભુજ ફાયર બ્રિગેડે ભુજ શહેર સ્થિત અાઈયા અેપાર્ટમેન્ટ અને માનસ અેપાર્ટમેન્ટને ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટે છેલ્લા બારેક માસ દરમિયાન સાતેક જેટલી નોટિસો ફટકારી હતી, જેમાં પાણી અને ગટરના જોડાણ પણ કાપવામાં અાવ્યા હતા. પરંતુ, ગણકાર્યા વિના વસવાટ ચાલુ રાખ્યો હતો, જેથી છેવટે શુક્રવારે બંને અેપાર્ટમેન્ટને સીલ કરાયા હતા.
ગુજરાત રાજ્યના સુરત શહેરના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર હરકતમાં અાવી હતી અને કોર્ટના અાદેશ મુજબ હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાતપણે તાત્કાલિક લગાડવાની સૂચનાઅો અાપી હતી, જેથી રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનરે પણ ભુજ ફાયર સ્ટેશનને કડક કાર્યવાહીના અાદેશ કર્યા હતા.
જેના પગલે ભુજ ફાયર અોફિસર સચિન પરમારે 34 હોસ્પિટલ, 13 શિક્ષણ સંકુલો, 105 જેટલી હાઈરાઈઝ બિલ્ડિંગો, 12 જેટલા હોટલ રેસ્ટોરન્ટ, 6 જેટલા કોમર્સિયલ સ્થળો, 12 જેટલા ટ્યુશન ક્લાસિસ ઉપરાંત 3 જેટલા સિનેમાઘરોને નોટિસો ફટકારી હતી, જેમાંથી છેલ્લે 7 જેટલી હાઈરાઈઝ બિલ્ડિંગોઅે ફાયર સેફ્ટીના સાધનો લગાડવાની તસદી લીધી ન હતી, જેથી પાણી અને ગટરના જોડાણ કાપવામાં અાવ્યા હતા.
જે બાદ છેલ્લે જ્યુબિલી સર્કલ પાસેના અાઈયા અેપાર્ટમેન્ટ અને ભાનુશાલીનગર પાસેના માનસ અેપાર્ટમેન્ટે ફાયર સેફ્ટીના સાધનો વસાવ્યા વિના વસવાટ ચાલુ રાખ્યો હતો, જેથી શુક્રવારે સીલ કરવાની કાર્યવાહી થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.