ભાસ્કર એક્સક્લુઝિવ:કાઠડા એરસ્ટ્રીપને વિકસાવી 250 કરોડના ખર્ચે એરપોર્ટ બનાવાશે !

માંડવી18 દિવસ પહેલાલેખક: સુરેશ ગોસ્વામી
  • કૉપી લિંક
ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મનું શુટીંગ અહીં થયું હતું - Divya Bhaskar
ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મનું શુટીંગ અહીં થયું હતું
  • વિજય વિલાસ પેલસ પાસેના દરિયામાં સી પ્લેન પણ ઉતરણ કરશે
  • જમીન અધિગ્રહણ કરવા સર્વે સહિતની તંત્રએ તૈયારી શરૂ કરી

માંડવીના કાઠડા પાસેની એર સ્ટ્રીપને પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા 250 કરોડના ખર્ચે વિકસાવાશે. અા અંગે ઉડ્ડયન મંત્રાલય સક્રિય થયું છે. તો બીજી તરફ આજુ- બાજુની લાગુ પડતી જમીનોને સંપાદન કરવા સરકારે હાલ 50 લાખની ગ્રાન્ટ આરએનબીમાં જમા કરી કરી દીધી હોવાનું પણ બહાર અાવ્યું છે.

અહીં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માસ્ટર પ્લાનિંગ મુજબ કામગીરી હાથ ધરાઈ રહી છે. આ અંગે જમીન સંપાદન કરવા વહીવટી તંત્રની ટીમ સર્વેની સસહિતની કામગીરી હાથ ધરી રહ્યા હોવાનો સ્વિકાર કલેક્ટર પ્રવિણા ડી કે કર્યું હતું. વર્તમાન સ્થિતિમાં રનવે 1500 મીટરનો હોવાથી સેવન સીટર પ્લેન ઉતરણ કરી શકે છે. જેને હવે અપગ્રેટ કરવા 700 મીટર વધૂ વધારી 2200 મીટરનો રનવે બનાવવાની સાથે 30 મીટરની પહોળાઇ વધારી 45 મીટરની કરાશે. જેથી જમ્બો પ્રવાસી જેટ જહાજ લેન્ડ કરી શકશે.

એવિએશન વિભાગ ટુરિઝમને ડેવલોપ કરવા ડોમેસ્ટિક એરપોર્ટ બનાવાના માસ્ટર પ્લાનિંગ મુજબ 300 હેકટર જમીનની જરૂરિયાત હોવાથી 2022 એપ્રિલ મહિનામાં 50 લાખની ગ્રાન્ટ આરએન્ડબી વિભાગમાં જમા કરવામાં અાવી હોવાનું એવિનેશનના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી બાજુ જમીન અધિગ્રહણ કરવી જરૂરી હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિશેષમાં કાઠડા એરસ્ટ્રીપ પરદેશ ભક્તિની ભુજ ધ પ્રાઈડ ઇન્ડીયા ફિલ્મનું ફિલ્માંકન પણ કરવામાં આવ્યું હતું.

સમુદ્ર કિનારે તરતી જેટી બનાવવાની વિચારણા
હાલ ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા 250 કરોડનો ખર્ચ કરાશે તેવું ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેશનના હેડ ક્રિષ્ના સુભાષે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું. વધૂ વિગત અનુસાર વિજય વિલાસ પેલસ પાસેના સમુદ્ર કિનારે તરતી ફલોટિંગ જેટી બનાવીને સી એરપોર્ટ તથા બાજુના ભાગમાં કાર્ગો એરક્રાફ્ટ નિર્માણ પામવા સાથે ડોમેસ્ટિક એરપોર્ટ આકાર પામતા હવાઈ કનેક્ટિવિટી ફાસ્ટ થતા મુંબઈ, દીલ્હી, અમદાવાદથી આવતા પ્રવાસીઓ ભુજના બદલે સીધા હવાઈ સફરથી માંડવી લેન્ડ થઈ શકે તે માટે એર કંપનીઓ માટે ઓન લાઈન ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ક્રાંતિતીર્થ સામે પંચતારક હોટલ અાકાર પામશે
માંડવીમાં ગુજરાતના 1600 કિમી દરિયા કિનારે સૌ પ્રથમ 100 કરોડના ખર્ચે પંચતારક રીસોર્ટ ક્રાંતિ તીર્થની સામે આકાર પામી રહ્યો છે. જેની રૂમની બારીમાંથી સીધો સમુદ્ર જોવાનો અનેરો લાહવો સહેલાણીઓને મળશે. દેશ વિદેશના પ્રવાસીઓ સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટમાં વ્યંજનની મજા માણી શકેશે.

ધોરડોમાં નવી એરસ્ટ્રીપ માટે જમીનની માંગણી મુકાઈ : ઉડયનમંત્રી પૂર્ણેશ મોદી
કચ્છને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા તથા પ્રવાસીઅોની સુવિધામાં કોઇ પણ મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા જુદા જુદા સ્થળે નાના એરપોર્ટનો વિકાસ કરશે. ધોરડો ખાતે નવી એરસ્ટ્રીપનો નિર્માણ કરવામાં અાવશે. જે માટે 3963017ચો. મી. જમીનની માંગણી રાજ્યના ઉડયનમંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...