પ્રવાસીઓની સંખ્યા વધી:હવાઇ મુસાફરોની સંખ્યા ફરી 3 હજારને પાર: વધુ ફ્લાઇટ જરૂરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભુજમાં 84 ફ્લાઇટની આવ-જાવમાં 3027 મુસાફરો અને કંડલામાં 98 ફ્લાઇટ સાથે 6491 યાત્રિકો નોંધાયા

જૂલાઇમાં ઘટાડા બાદ અોગસ્ટમાં ભુજ અને કંડલા અેરપોર્ટ પર પ્રવાસીઅોની સંખ્યામાં વધારો થયો છે. તેવામાં હવે સપ્ટેમ્બરમાં ભુજ ખાતે હવાઇ મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે કંડલામાં ઘટાડો નોંધાયો છે. ભુજમાં મહિનાના હવાઇ મુસાફરોની સંખ્યા ફરી ત્રણ હજારને પાર થયા છે. ભુજમાં બેલગાવની ફ્લાઇટ શરૂ થતા પ્રવાસીઅોની સંખ્યા વધી રહી છે.

હાલ ભુજ અને કંડલા અેરપોર્ટ જ ધમધમે છે. માંડવી અેરપોર્ટને વિકસાવવા માત્ર દાવાઅો કરાય છે. જમીની સ્તર પર કોઇ અસરકારક પગલા લેવાયા નથી. તો મુન્દ્રા અેરપોર્ટ પર ઉડાન યોજના હેઠળ શરૂ કરાયેલી અમદાવાદની ફ્લાઇટનું બાળ મરણ થઇ ગયું હતું. ખાસ તો ભુજ અેરપોર્ટ પર અેક સમયે મુંબઇની દૈનિક ત્રણ ફ્લાઇટ અાવ-જાવ કરતી હતી.

પરંતુ વર્ષ 2019માં ખાનગી અેવીઅેસન કંપની બંધ થતા હાલ અેર ઇન્ડિયાની અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ફ્લાઇટની અાવ-જાવ છે. નવી ફ્લાઇટની અનેક રજૂઅાતો બાદ જૂનમાં ખાનગી એવિએસન કંપની દ્વારા બેલગાવની વાયા અમદાવાદની ફ્લાઇટ શરૂ કરાઇ હતી. જેના પગલે ભુજમાં હવે પ્રવાસીઓની સંખ્યામાં ધીમેધીમે વધારો થઇ રહ્યો છે.

ભુજ અેરપોર્ટ પર બેલગાવની વધુ અેક ફ્લાઇટની શરૂઅાત થતા કોરોનાકાળ બાદ પ્રથમ વખત જૂન મહિનામાં પ્રવાસીઅોની સંખ્યા ત્રણ હજારને પાર પહોંચી હતી. ઓગસ્ટમા ફરી ભુજ અેરપોર્ટ પર પ્રવાસીઅોની અાવ-જાવમાં વધારો નોંધાયો હતો. અોગસ્ટમાં ભુજમાં 2923 અને કંડલા અેરપોર્ટ પર 6680 પ્રવાસીઅોની અાવ-જાવ નોંધાઇ હતી. તેવામાં હવે સપ્ટેમ્બરમાં ભુજ એરપોર્ટ પર 3027 મુસાફરો અને કંડલા પર 6491 પ્રવાસીઓ નોંધાયા હતાં. આમ ભુજમાં હવાઇ પ્રવાસીઓ વધ્યા હતા જ્યારે કંડલામાં ઘટાડો નોંધાયો છે.

ચાલુ વર્ષે ભુજ-કંડલામાં નોંધાયેલા પ્રવાસીઅો-ફ્લાઇટની સંખ્યા

માસભુજકંડલા
}જાન્યુઅારી1936(40)7664 (138)
}ફેબ્રુઅારી2065 (40)9517 (136)
}માર્ચ2405 (44)10588 (148)
}અેપ્રિલ2223 (56)8912 (124)
}મે1975 (44)8759 (128)
}જૂન3083 (92)8338 (120)
}જૂલાઇ2818 (78)6112 (94)
}અોગસ્ટ2923 (78)6680 (96)
}સપ્ટેમ્બર3027 (84)6491 (98)
અન્ય સમાચારો પણ છે...