દુર્ઘટના:ભુજ આવતા એરફોર્સના જવાનની કારને અકસ્માત : પતિ, પત્ની, બે બાળકનાં મોત

સુમેરપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના સુમેરપુર પાસે ઢોર બચાવવા જતા કાર ડિવાઈડર કૂદી ગઈ
  • ટ્રક સાથે કાર અથડાયા બાદ ચારેયના મૃતદેહો ફસાઇ ગયા

રાજસ્થાનના પાલી - સુમેરપુર હાઇવે પર પશુઓને બચાવવા જતા બેકાબૂ બનેલી કાર ડિવાઈડર ક્રોસ કરી ટ્રક સાથે ભટકાતા પતિ,પત્ની અને બે બાળકો સહિત 4 પરિવારજનના થયા હતા. ભુજ એરફોર્સમાં જવાન તરીકે ફરજ બજાવતા ગુલાબસિંહ નેગી અને તેની પત્ની તેમજ દીકરી અને દીકરાનું મોત થયું હોવાનું પોલીસમાં નોંધાયું છે.

જાણવા મળતી વિગતો મુજબ,શુક્રવારે સાંજે 5.15 વાગ્યે રાજસ્થાના પાલી-સુમેરપુરના નેશનલ હાઈવે-62 પર ગુરુદ્વારા બીપી પેટ્રોલ પંપની સામે અકસ્માતની ઘટના બની હતી. ઢોરને બચાવવા જતા કાર ડિવાઈડર ક્રોસ કરીને ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ભુજ એરફોર્સમાં તૈનાત જવાન ગુલાબસિંહ નેગી, તેની પત્ની અનિતા નેગી, પુત્ર અનિરુદ્ધ અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અકસ્માત એટલો ગંભીર હતો કે કાર 20 ફૂટ કૂદ્યા બાદ ટ્રક સાથે અથડાઈ હતી. ચારેય મૃતદેહો કારના ક્ષતિગ્રસ્ત ભાગોમાં ફસાઈ ગયા હતા. મહેનત કરીને તેને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને સુમેરપુરના શબઘરમાં રાખવામાં આવ્યા છે. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર,એરફોર્સ કાર્ડના આધારે હતભાગી પરિવારની ઓળખ થઈ હતી.

ગુલાબ સિંહને ભુજ એરફોર્સમાં ટેકનિકલ વિંગમાં પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જોકે ભુજ એરફોર્સે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.પરિવાર બે દિવસ પહેલા તેમના ગામથી ભુજ આવવા નીકળ્યો હતો ત્યારે સાંડેરાવ-સુમેરપુર વચ્ચે ગુરુદ્વારા પાસે અચાનક ઢોર રસ્તા પર આવી ગયા. તેને બચાવવા જતા કાર બેકાબૂ થઈ અને આ કરુણ ઘટના સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...