ઠગાઇ:વાહન લે-વેચ કરતા યુવક સાથે અમદાવાદીએ કરી 3 લાખની ઠગાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેંસના સોદામાં રૂપિયા ખૂટતા નાણા લીધા બાદ પરત ન આપ્યા

ભુજના ગાયત્રી મંદિર સામે ઉત્કર્ષ સોસાયટીમાં યુવાન પાસેથી અમદાવાદના મિત્રએ હાથ ઉછીના રૂપિયા ત્રણ લાખ લઇ પરત ન આપતા એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરૂધ છેતરપીંડી વિશ્વાસધાતની ફરિયાદ નોંધાવી છે.વાહન લે-વેચનો વ્યવસાય કરતા ફરિયાદી જેકી મહેશભાઇ ઠકકરે અમદાવાદ ખાતે આંબાવાડી વિસ્તારમાં રહેતા યોગેશ ઉર્ફે યોગી ગઢવી નામના શખ્સ વિરૂધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી યોગેશ વાહન લે-વેચ સાથે ભેંસો ખરીદવાનો વેપાર કરતો હોઇ આરોપી અમદાવાદથી કચ્છમાં બન્નીની ભેંસો ખરીદવા અવાર નવાર આવતો હોવાથી ફરિયાદી સાથે તેની મિત્રતા થઇ ગઇ હતી. દરમિયાન ગત 27 જુન 2021ના રોજ આરોપી યોગેશ ભુજ આવ્યો હતો.

ફરિયાદીને ફોન કરીને ભેંસની ખરીદી કરવા આવ્યો હોવાનું જણાવી આજે રવિવાર હોઇ આંગડીયા પેઢીઓ અને બેન્કો બંધ છે. અને ભેંસોના સોદામાં રૂપિયા ઓછા પડતા હોઇ ત્રણ લાખ રૂપિયાની માણણી કરતા ફરિયાદીએ આરોપીને મિત્રતાના નાતે ત્રણ લાખ હાથ ઉછીના આપી દીધા હતા. તે વખતે આરોપી યોગેશ અને તેનો ભાઇ હનુભાઇ ગઢવી આવ્યા હતા. અને રૂપિયા અમદાવાદ પહોંચીને મોકલવાનું કહી રૂપિયા ન આપી માત્ર વાયદાઓ કરે રાખતાં આરોપી વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...