ફલાઇટ શરૂ:અમદાવાદ-બેલગાવની ફલાઇટ શરૂ, પણ એરપોર્ટની સાઈટમાં સ્થાન નહીં !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેબસાઈટ પર હજીયે ભુજ -મુંબઈની સપ્તાહની 4 દિવસની સેવાનો જ ઉલ્લેખ

હાલમાં ટેક્નોલોજીનો વ્યાપ વધી ગયો છે અને સૌ કોઈ આંગળીના ટેરવે માહિતી મેળવતા થઈ ગયા છે પણ ઓનલાઇન સાઈટ પર સાચી અને સચોટ વિગત રજૂ કરવામાં આવે તો જ તે વપરાશકર્તાઓ માટે લાભદાયી નીવડે છે. હાલમાં ભુજ એરપોર્ટને સાંકળતી મુંબઈ તેમજ અમદાવાદ અને કર્ણાટકના બેલગાવની ફલાઇટ શરૂ છે તેમ છતાં ઓનલાઈન સાઈટ પર માત્ર એક જ ફલાઇટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભુજ એરપોર્ટની વેબસાઈટ પર અહીં આવતી અને જતી ફલાઇટનું શિડયુલ ચકાસતા માત્ર એલાયન્સ એરની ભુજ - મુંબઈની અઠવાડિયામાં ચાર દિવસ રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારની ફલાઇટ સેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ 3 જુનથી શરૂ થયેલી ભુજ અમદાવાદ અને ભુજ - બેલગાવ (કર્ણાટક) ની સેવા બાબતે કોઈ માહિતી ભુજ અેરપોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી નથી.

એરપોર્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જ અધૂરી માહિતીઓ જોવા મળી રહી છે, જ્યારે બીજી તરફ ખાનગી બુકીંગ સાઈટ પર તમામ વિગતો જોવા મળે છે. ઘણા વપરાશકર્તાઓએ આ બાબતે જણાવ્યું કે, એરપોર્ટ દ્વારા તેમની સાઈટ પર પૂરતી વિગતો અપલોડ કરી સમયાંતરે તેને અપડેટ પણ કરવી જોઈએ જેથી યોગ્ય અને સચોટ માહિતી મળી શકે તે માટે આ દિશામાં એરપોર્ટ ઓથીરીટીએ ઘટતું કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...