• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Aggrieved By The Problem Of Bhuj, The Civic Servant Went To Gandhinagar!, Asked The Assembly Speaker To Find A Permanent Solution.

રજૂઆત:ભુજની સમસ્યાથી વ્યથિત નગરસેવક ગયા ગાંધીનગર !, વિધાનસભા અધ્યક્ષાને મળીને કાયમી ઉકેલ લાવવા કહ્યું

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના નગરસેવક અબ્દુલહમીદ ઉમર સમા વોર્ડ નંબર 1ના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવવાના નિકાલમાં નગરપાલિકા નિષ્ફળ ગયાની ફરિયાદ સાથે ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન અાચાર્યને મળ્યા હતા.

નગરસેવકે લેખિત રજુઅાતમાં જણાવ્યું હતું કે, ચોમાસામાં લોકોના ઘરોમાં પાણી ભરાય છે, જેથી ઘરવખરી અને અન્ય સાધાનસામગ્રીને ભારે નુકશાન પહોંચે છે. તેમણે તેમના વિસ્તાના લોકો પોતાના મકાન મૂકીને અન્ય હંગામી જગ્યાઅે સ્થળાંતર કર્યાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અાખા ચોમાસા દરમિયાન અા સમસ્યા રહે છે. નગરપાલિકા દ્વારા દર વર્ષે પાંચથી 6 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં અાવે છે. પરંતુ, સમસ્યા ઉકેલાતી નથી, જેથી રહીમનગરથી રોમાના ટાઉનશીપના દરવાજા સામેની બાજુ સુધી સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમથી કાયમી હલ શોધવા અરજ ગુજારીશ છે.

અન્ય સમાચારો પણ છે...