તપાસ:સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પરનો સ્ટાફ અધિકારીઓના એજન્ટ ?

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 19થી વધુ વિભાગોમાં 9 હજારથી વધુ કર્મચારીઓ કોન્ટ્રક્ટ પર

સરકારી નોકરી એ સ્વપ્ન બની રહ્યુ છે કેમકે, સરકાર કાયમી ભરતી કરતી નથી. ખર્ચ બચાવવા સરકાર બધાય વિભાગોમાં આઉટ સોર્સિંગના માધ્યમથી કર્મચારીઓની ખોટ પુરી કરીને કામ ચલાવી રહી છે. ગત વર્ષે ખુદ સરકારે જ વિધાનસભામાં ખુલાસો કર્યો હતો કે, 19થી વધુ વિભાગોમાં 9 હજારથી વધુ કર્મચારીઓ કોન્ટ્રક્ટ પર નોકરીઓ કરી રહ્યા છે. જે આંકડો હવે વધુ હશે. પરંતુ આવા કોન્ટ્રાક્ટ પર કામ કરતા રોજંદારો કાયમી કર્મચારી કે અધિકારીઓના એજન્ટ બની ગયા હોવાની રાવ ઉઠી છે.

થોડા દિવસ અગાઉ ભુજ મુન્દ્રા રોડ સ્થિત જમીન માપણી કચેરીમાં કોઈ એક જમીનને માપણીમાં અડચણરૂપ પાણીના વહેણને નકશા પર સેટેલાઈટ મેપિંગ દ્વારા એક તરફ ખસેડવા માટે દોઢ લાખ રૂપિયાની માંગ કરાઈ હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રએ જણાવ્યું હતું. આ બાબતે લાંચ રૂશ્વત વિરોધી કચેરીમાં ફરિયાદ કરવી કે નહીં તે બાબતે તપાસ કરતા સ્ટાફની આ વ્યક્તિ કરાર આધારિત હોવાથી તેને જે એજન્સી સપ્લાય કરતી હોય તેનું લાઇસન્સ રદ થાય અથવા તો તે હંગામી કર્મચારીને બરતરફ કરે તેટલા જ પગલાં લઈ શકાય એક એવી પણ ચર્ચા ઉઠી હતી કે માસિક રૂપિયા 6,000 થી 9000 રૂપિયામાં નોકરી કરતા આ ખાનગી એજન્સીના કર્મચારીઓની માસિક આવક કાયમી કર્મચારીના પગાર કરતા પણ વધુ થાય છે

આ જ કારણથી તેઓ ન્યૂનતમ પગારે નોકરી કરે છે. વાસ્તવમાં એજન્સી તરફથી મળતો પગાર કોઈ જ મહત્વ નથી રાખતો. તે જ રીતે મામલતદાર ઓફિસ, રેવન્યુ, જંગલ ખાતા, પાણી પુરવઠા જેવા 19 વિભાગોમાં કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં હાથો બનતા હોવાની સંભાવના છે. અને તેનું મુખ્ય કારણ એ પણ છે કે આવી રીતે જો લાંચ લેવામાં આવે તો કાયમી કર્મચારી અને અધિકારી સિફતપૂર્વક છટકામાં આવતા બચી જાય.

અન્ય સમાચારો પણ છે...