કાર્યવાહી:કચ્છમાં બે દાયકા પછી ભુજની મહિલા સામે પાસા તળે કાર્યવાહી

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજિયાની તળેટી વિસ્તારમાં ચલાવતી હતી લૂંટ

ભુજીયા રીંગ રોડ પર અને હાઇવે પર લીફટના નામે લૂંટ ચલાવવાના અનેક કેસોમાં સંડોવાયેલી રૂબિના ઉર્ફે રૂકશાના બુઢા મીયાણા (ઉ.વ.40) વિરૂધ પશ્ચિમ કચ્છ એલીબીએ કલેકટર સમક્ષ કરેલી પાસની દરખાસ્ત મંજુર થતાં પોલીસે પાસાનો વોરંટની બજવણી કરીને આરોપણની ધરપકડ કરીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દીધી છે. આરોપી મહિલા ભુજના હાઇવે રોડ પર રાત્રીના વાહનમાં લીફ્ટ લેવાના નામે ભુજીયા રીંગ રોડ પર લઇ જતી હતી. જ્યાં તેમના સાગરીતો સાથે મળીને લૂંટના બનાવને અંજામ આપતી હતી.

બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપણ રૂબિના વિરૂધ પાંચેક લૂંટ સહિતના ગુના નોંધાઇ ચુક્યા છે. જેમાં જેલની હવા પણ ખાઇ આવી છે. ત્યારે એલસીબીએ આરોપી વિરૂધ પાસાના કાયદા તળે કાર્યવાહી કરી છે. અત્રે ઉલેખનીય છે કે, બે દાયકા પૂર્વે એટલે કે, કચ્છ જિલ્લાનું વિભાજન થયું ન હતું ત્યારે 2003 દરમિયાન અંજાર તાલુકાના વીડી ગામની અને દારૂના કેસોમાં સંડોવાયેલી એક મહિલા વિરૂધ પાસાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...