કચ્છી દાબેલીનો સ્વાદ:ત્રણ વર્ષ પછી ભારત આવેલી ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરાને કચ્છની પ્રખ્યાત દાબેલી દાઢે વળગી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભિનેત્રી હવે આંતરરાષ્ટ્રીય આઇકોન હોવાથી કચ્છી વાનગીને પણ પ્રસિદ્ધિ મળી

અામ તો કચ્છની દાબેલી હવે અેક લોકપ્રિય વ્યંજન અને સ્ટ્રીટ ફુડ છે. કચ્છમાં અાવતા પર્યટકો દાબેલીનો સ્વાદ લેવાનું ચૂકતા નથી. સાથે રાજ્યના વિવિધ શહેરોની સાથે મુંબઇમાં પણ કચ્છી દાબેલી લોકપ્રિય નાસ્તો છે. અા બધાની વચ્ચે હવે ત્રણ વર્ષે ભારતમાં અાવેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરાઅે પણ મુંબઇમાં કચ્છી દાબેલીનો સ્વાદ ચાખવાની સાથે તેની તસવીર પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેના પગલે કચ્છી વાનગીને હવે અાંતતરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધી મળે તેવી સંભાવના છે.

પ્રિયંકા ચોપરા લગભગ ત્રણ વર્ષ પછી મુંબઈની મુલાકાતે આવી છે. અભિનેત્રી જે હવે અમેરિકાના લોસ એન્જલસમાં રહે છે. જોકે મુંબઇની લાઇફસ્ટાઇલ તેને પ્રિય છે. બુધવારે જ્યારે અભિનેત્રી શહેરમાં એક ઇવેન્ટ માટે બહાર નીકળી, ત્યારે તેણે મરીન ડ્રાઇવ પર ફરીને વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તો સાથે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર દાબેલી સાથે તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેણીના હાથમાં અડધી ખાધેલી દાબેલી છે અને આંખો બંધ છે.

નોંધનીય છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સફળ કાર્યકાળ પછી, પ્રિયંકા ચોપરા 2015માં હોલીવુડમાં ગઈ અને ‘ક્વોન્ટિકો’ માં મુખ્ય ભૂમિકા કરી હતી. ‘દેશી ગર્લ’ નામથી જાણિતી અભિનેત્રી આજે ગ્લોબલ આઇકોન છે. તે એક અભિનેત્રીની સામે, ઉદ્યોગસાહસિક અને યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર છે. તેવામાં કચ્છી દાબેલીની પણ સોશિયલ મીડિયામાં ચર્ચા થવા લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...