કામગીરી:ગંદા પાણી ઉલેચાયા બાદ દેશલસર તળાવનું ખાણેતરું આજથી શરૂ થશે

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પથરાળ જમીનમાં તળિયું તૂટવાની સંભાવના

ભુજ શહેરના ભીડનાકા બહાર રાજાશાહી વખતના દેશલસર તળાવનું અાજે ખાણેતરું શરૂ થવાનું છે. પરંતુ, માટી બહુ નથી, જેથી પથરાળ જમીનમાં તળિયું તૂટવાની ભીતિ રહેલી છે.દેશલસર તળાવમાંથી ચેનઈની બિનસરકારી સંસ્થાના સહયોગથી જળકુંભી કાઢયા બાદ ગુજરાત ડિઝાસ્ટમેનેજમેન્ટે ગટરના પાણી બહાર ખેંચી કાઢવા બે મોટા મશીન ફાળવ્યા હતા, જેથી દેશલસર તળાવમાં હવે જળકુંભી અને ગંદા પાણી ઉલેચી લેવાયા છે અને હવે કિચડ બહાર કાઢવા ખાણેતરું થશે. જે શુક્રવારે થવાનું હતું.

પરંતુ, હવે શનિવારે શરૂ થવાનું છે. જોકે, જાણકારોઅે અેવો મત વ્યક્ત કર્યો છે કે, માટી બહુ નથી. નીચે પથરાળ તળિયું છે, જેથી તળિયું તૂટી જાય અેવી ભીતિ છે. ખાણેતરું કરવામાં ક્યાંક તળિયું ભાંગી ન જાય અે પણ ધ્યાનમાં લેવું પડશે. જે માટે ઈજનેર ઉપરાંત અનુભવી લોકોની દેખરેખ હેઠળ કામગીરી થવી જોઈઅે.

હમીરસરમાં બેન્ટોનાઈટ પાથરવાનો વિચાર
ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરે હમીરસર તળાવનું તળિયું તૂટી ગયાની ભીતિ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, બેન્ટોનાઈટ પાથરવાથી સંધાતું હોય તો અે પ્રયાસ પણ કરવામાં અાવશે. પરંતુ, અે માટે તળાવ સંપૂર્ણ ખાલી જોઈઅે.

અન્ય સમાચારો પણ છે...