બદલી:ભુજમાં પોસ્ટ કૌભાંડ બહાર આવ્યા બાદ ચોથા અધિક્ષકની થઇ બદલી

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના નવા સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે મહારાષ્ટ્રના અધિકારીનું નામ ચર્ચામાં

ભુજની રાવલવાડી પોસ્ટ અોફિસમાં અાચરાયેલા કાૈભાંડ બાદ કચ્છ ડિવિઝન કચેરીના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે અાવેલા ચોથા અધિકારીની માંગણી મુજબ બદલીથી અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે અને નવા સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે મહારાષ્ટ્રના અધિકારી અાવતા હોવાનું કહેવાય છે.

શહેરના ચકચારી રાવલવાડી પોસ્ટ કાૈભાંડનો અાંકડો 25 કરોડથી પણ વધી જાય તેવી શક્યતા સેવાઇ રહી છે અને ભોગ બનેલા 250થી વધુ ગ્રાહકોઅે તેમણે પોસ્ટ અોફિસમાં રોકેલા નાણાં જયાં સુધી નહીં મળે ત્યાં સુધી રાજ્યની વડી અદાલત સુધી લડી લેવાના મૂડમાં છે. નવાઇની વાત અે છે કે, કચ્છ ડિવિઝન કચેરીના અધિક્ષક તરીકે કોઇ રહેવા તૈયાર ન હોય તેમ કાૈભાંડ બહાર અાવ્યા બાદ અત્યાર સુધીમાં ચોથા અધિકારીની બદલીનો અાદેશ કરી દેવાયો છે. કાૈભાંડ ખૂલ્યા બાદ ટપાલ વિભાગે સંબંધિતો સામે ફરિયાદ નોંધાવી હતી.

જો કે, ટુંક સમયમાં જ કચ્છ ડિવિઝનના અધિક્ષક મહેશ પરમારની બદલી કરી દેવાઇ હતી અને તેમની જગ્યાઅે ભાવનગર કચેરીના પટેલને ચાર્જ સોંપવામાં અાવ્યો હતો. ત્યારબાદ નવા અધિક્ષક તરીકે કનુભાઇ દેસાઇ અાવ્યા હતા અને તેઅો પણ થોડા સમય રહ્યા બાદ તેમની બદલી થઇ હતી અને તેમની જગ્યાઅે અાવેલા તરૂણકુમાર અે. પારગીની બદલીનો અાદેશ કરાયો છે.

પોસ્ટ માસ્ટર જનરલ દક્ષિણ ગુજરાત રિજિયન-વડોદરા દ્વારા કરાયેલા અાદેશ મુજબ કચ્છ ડિવિઝન કચેરીના વર્તમાન અધિક્ષક તરૂણકુમાર અે. પારગીની નડિયાદ અેચ.અો.માં સિનિયર પોસ્ટ માસ્ટર તરીકે બદલીનો અાદેશ તા.2-12-22ના કરવામાં અાવ્યો છે અને તેમની જગ્યાઅે નવા અધિકારી તરીકે મહારાષ્ટ્રના અધિકારી અાવવાના હોવાનું કહેવાય છે. સૂત્રોના કહેવા મુજબ પારગી દ્વારા અગાઉથી બદલીની માગણી કરાઇ હતી અને તેમની માગણી મુજબ નડિયાદ બદલીનો અાદેશ કરાયો છે.

મહારાષ્ટ્રથી અાવનારા અધિકારી હાજર નહીં થાય?
મળતી માહિતી મુજબ વર્તમાન અધિક્ષક પારગીની બદલી સાથે તેમની જગ્યાઅે મહારાષ્ટ્રથી અધિકારી મૂકાયા છે પરંતુ સૂત્રોનું માનીઅે તો અા અધિકારીની બદલીનો અાદેશ તો થઇ ગયો છે પરંતુ તેઅો કચ્છના નવા અધિક્ષક તરીકે અાવવા રાજી નથી અને હાજર નહીં થાય તેવી પણ વાતો વહેતી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...