યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિની શરૂઆત 1972 માં સમગ્ર વિશ્વમાં પ્રાચીનથી આધુનિક વિરાસત સમાન સ્થળોને ઓળખવા માટે કરવામાં આવી હતી. 16મી નવેમ્બરના તેની 50મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે. યુનેસ્કોએ આ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. કચ્છના ધોળાવીરાનો પણ વર્ષ 2021માં આ પ્રતિષ્ઠિત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર અભયારણ્ય પણ આ વિશ્વ વિરાસત સ્થળ બની શકે છે. કારણ કે ભારત સરકારે આ સ્થાનને 2006થી સંભવિત યાદીમાં રાખ્યું છે.
વિશ્વમાં યુનેસ્કોના 1154 જેટલી વિરાસત સ્થળો છે. જેમાં ભારતમાં 40 સ્થળો આવેલા છે. સૌથી છેલ્લે ભારતમાં ધોળાવીરા અને તેલંગાણાના રુદ્રેશ્વર મંદિરને આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ધોળાવીરાનું વિશ્વ વિરાસત સ્થળ બનવુ તે કચ્છ માટે આ એક મોટી સિદ્ધી હતી. ભારતમાં કોઇ પણ હડપ્પન શહેરનો આ યાદીમાં સમાવેશ થયો હોય તેમાં ધોળાવીરા પ્રથમ છે. પાકિસ્તાનમાં આવેલા હડપ્પન શહેર મોંહે જો દરો વિશ્વ વિરાસત સ્થળ છે. વિશ્વ વિરાસત સ્થળ બનવા માટે લાંબી પ્રક્રિયા છે. જમાં જેતે દેશ દ્રારા પ્રથમ યાદી આપવામાં આવે છે.
આ સ્થળને કેવી રીતે સુરક્ષિત કરવામાં આવે છે તેની વિગતો આપવી પડે છે. અને તેની જાળવણી માટે વ્યવસ્થાપન યોજનાની માહિતી પણ આપવાની હોય છે. ભારતમાં હાલ યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની સંભવિત યાદીમાં અંદાજે 49 સ્થળોનો સમાવેશ થાય છે. સરકારધારે તો કચ્છના અન્ય પણ કેટલાક એવા વિશિષ્ટ સ્થળો છે તે આ યાદીમાં સામેલ થવા જરૂરી માપદંડો ધરાવે છે.
ઘુડખર અભ્યારણ
કચ્છના નાના રણમાં આવેલું ઘુડખર અભયારણ્ય અનેક રીતે વિશિષ્ઠ છે. એશિયામાં અહીં જ ઘુડખર વસવાટ કરે છે. જેની વસતી સતત વધી રહી છે. આ સ્થળને સંભવિત વિશ્વ વિરાસતની યાદીમાં સ્થાન મળ્યું છે. જેનો સમાવેશ 2006માં કરવામાં આવ્યો હતો.
સુરખાબ અભયારણ્ય
કચ્છના મોટારણમાં આવેલુ સુરખાબ અભયારણ્ય કુદરતનો એક કરિશ્મા સમાન સ્થાન છે. અહીં દર શિયાળામાં લાખોની સંખ્યામાં સુરખાબ પ્રજનન માટે આવે છે. અહીં જ પોતાના માટીના વિશિષ્ટ માળા બનાવી ઇંડાને સેવી ઉછેરે છે. આ સ્થળ વિશ્વ વિરાસત સ્થળ બનાવા માટે તમામ માપદંડ ધરાવે છે.
ફોસિલ પાર્ક ખડીર
ધોળાવીરા જ્યાં આવેલુ છે તે ખડીર ટાપુ પર જ આ ફોસિલ પાર્ક છે. અહીં જુરાસિક યુગના અશ્મિઓ મળી આવ્યા છે. ખૂદ ધોળાવીરાના ડોઝિયર વખતે ભારત સરકારે પણ યુનેસ્કોમાં આ સ્થળનો ઉલ્લેખ કરેલો છે. કચ્છમાં આ સિવાય પણ અનેક સ્થળોએ કરોડો વર્ષ જુના અશ્મિઓ મળી આવે છે. આ તમામ સ્થળોને સાંકળી યુનેસ્કોની યાદીમાં સમાવેશ કરી શકાય તેમ છે.
ખરસરા સિંધુ સરસ્વતી નગર
નખત્રાનામાં આવેલુ ખીરસરા માટે એવુ કહેવાય છે કે તે સિંધુ સરસ્વતી સભ્યતાનું ધોળાવીરા જેટલું જ વિશાળ નગર છે. હજુ અહીં ઉત્ખનન થઇ રહ્યું છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગે આ સ્થળને રાષ્ટ્રીય સ્મારક બનાવાની સંભવિત યાદીમાં મુક્યુ છે. ભવિષ્યમાં ધોળાવીરા સાથે આ તમામ હડપ્પન શહેરોને જોડી વિશ્વ વિરાસત સ્થળોમાં સમાવેશ કરાય તો તેને જાણવણી યોગ્ય થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.