ફલાઇટમાં પ્રવાસીઓનો ઘટાડો:જાન્યુઆરીથી માર્ચ સુધી સતત વધારા બાદ હવે મુંબઇ ફલાઇટમાં પ્રવાસીઓનો ઘટાડો !

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુઆરીમાં 1936 પ્રવાસીઅો જ્યારે માર્ચમાં 2405 મુસાફરો અેરપોર્ટ પર નોંધાયા
  • પરીક્ષા, વધુ પડતી ગરમી અને નવી વેબસાઇટ પરથી હવેથી ટીકિટનું બુકિંગના લીધે પ્રવાસીઓ અોછા આવ્યા

કોરોનાની ત્રીજી લહેર જાન્યુઅારીમાં પૂર્ણ થયા બાદ ભુજથી મુંબઇની ફ્લાઇટમાં પ્રવાસીઅોની સંખ્યા સતત વધતી હતી. જોકે અેપ્રિલ માસના અંતે અને મે માસની શરૂઅાતમાં પ્રવાસીઅોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેમાં શાળાઅોમાં પરીક્ષા, વધુ પડતી ગરમી તથા અેલાયન્સ અેરની નવી વેબસાઇટ પરથી ટિકિટ બુંકિગ સહિતના કારણો જવાબદાર છે.

ભુજથી મુંબઇ ફલાઇટમાં છેલ્લા થોડા દિવસોથી મુસાફરોમાં ઘટાડો થયો છે. હાલ કચ્છમાં વધારે પડતી ગરમી છે. જેના પગલે પ્રવાસીઅો પોતાની મુસાફરી મુલતવી રાખી રહ્યા છે. શાળાઅોમાં પરીક્ષાઅો પણ તાજેતરમાં લેવાઇ હોવાથી પ્રવાસીઅો ઘટ્યા છે.અેલાયન્સ અેરની થોડા દિવસ પૂર્વે લોન્ચિંગ કરાયેલી વેબસાઇટ પરથી ટીકિટ બુકિંગ કરવાની હોય છે જેના વિશે હજુય લોકો માહિતગાર નથી.

ભુજથી મુંબઇ સપ્તાહમાં ચાર દિવસ વિમાન ઉડાન ભરે છે, જો કે અેરઇન્ડિયા કંપનીનું ખાનગીકરણ થયા બાદ ભુજથી મુંબઇ માટે અેલાયન્સ અેર ઉડાન ભરે છે જેના વિશે હજુ પણ ઘણા મુસાફરોને જાણ નથી. ભુજથી મુંબઇની વિમાની સેવામાં પણ હાલ મુસાફરોનો ઘટાડો નોંધાયો છે.

અા અંગે અેરપોર્ટના અેસ. બી. સીંઘ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અેલાયન્સ અેરની વેબસાઇટ પરથી ટીકિટ બુકિંગ કરવાની રહેશે જે અંગે હજુય કેટલાક લોકો પાસે માહિતી નથી. અેલાયન્સ અેરની વેબસાઇટ પર તમામ માહિતી પુરી પાડવામાં અાવી છે અને ત્યાંથી જ ટીકિટ બુકિંગ થઇ શકશે.

જુલાઇ સુધી ભુજ-મુંબઇ ટ્રેનમાં લાંબુ વેઇટિંગ
હાલ લગ્નગાળાની તેમજ વેકેશનની સીઝન શરૂ થઇ ગઇ છે ત્યારે મુંબઇવસતા કચ્છીજનો માદરે વતન પધારશે. ભુજથી મુંબઇની ફલાઇટમાં મુસાફરોની સંખ્યા ઘટી રહી છે જયારે ભુજથી મુંબઇની તમામ ટ્રેન જુલાઇ સુધી હાઉસફુલ છે. સુત્રોઅે જણાવ્યું હતું કે જુન મહિનાની ટીકિટ બુકિંગ કરવામાં પણ વેઇટિંગ અાવે છે તો ખાનગી ટ્રાવેલ્સ અોપરેટર ટીકિટ બુકિંગ કરવાની ના પાડી દીધી છે તો રેલવે સ્ટેશને બારી પર ટીકિટ બુકિંગ કરાવતા લાંબુ વેઇટિંગ અને હાઉસફુલ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...