• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • After Blooming In The Nakhtrana Area, The Falcon Was Now Hit By A Windmill, The Falcon Hitting The Wing In The Wing And The Falcon Fell Down.

પવનચક્કીમાં બાજ અથડાયું:નખત્રાણા વિસ્તારમાં મોર બાદ હવે બાજ પક્ષીનો પવનચક્કીએ ભોગ લીધો, પાંખમાં પાંખડું ટકરાતા બાજ નીચે પટકાયું

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • અંદાજિત 150 ફૂટ ઊંચાઈએથી બાજ પક્ષી જમીન પર પટકાઈને મોતને ભેટ્યું

કચ્છમાં પૂર્વથી પશ્ચિમ વિભાગમાં હજારોની સંખ્યમાં પવનચક્કીઓ ફરતી જોવા મળી રહી છે. અનેક વિવાદ બાદ પણ તેમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જે વિકાસની સાથે આકાશમાં ઉડતા પક્ષીઓ માટે વિનાસનું કામ કરી રહ્યાંના દ્રષ્યો સામે આવ્યા છે. કચ્છના દરિયાઈ કાંઠા વિસ્તારમાં પથરાયેલી પવનચક્કીઓના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મરણ કાયમી બન્યા છે. તેના વચ્ચે પવનચક્કીના પાંખડા સાથે ટકરાઈને એક બાજ પક્ષીનું અરેરાટી ભર્યું મોત નીપજ્યું છે. નખત્રાણાના ખાંભલા સીમમાં અદાણી કંપનીની ફરતી પવનચક્કીમાં બાજ પક્ષીનું ટકરાયા બાદ મોત થયું હતું. જેનો વીડિયો બાદમાં સોસીયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

બાજ પક્ષીનું મોત
નખત્રાણા તાલુકામાં અનેક સ્થળે પવનચક્કીઓ અને તેના માટે ખેતરમાં ખોડવામાં આવતા થાંભલા અને વીજ તારના કારણે સ્થાનિક લોકો સાથે વિવાદ થતો રહ્યો છે. તો પવનચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થવા હવે કાયમી બિના બની ગઈ છે. તેમ છતાં બેરોકટોક ચાલતા પવનચક્કીના નિર્માણ કાર્યથી પર્યાવરણને હાનિ પહોંચી રહ્યાની ફરીયાદો વચ્ચે હવે નખત્રાણા વિસ્તારમાં પવનચક્કી હવે એક બાજ પક્ષી માટે મોતનું કારણ બની છે.

અન્ય સમાચારો પણ છે...