આત્મહત્યા:ભુજના હમીરસર તળાવમાં કુદકો મારી યુવકે જીવન ટુંકાવ્યું

કચ્છ (ભુજ )24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ શાહેરના હમીરસર તળાવમાં આજે સોમવારે સવારે અજાણ્યા પુરુષનો મૃતદેહ પાણીની સપાટી પર તરતો જોવા મળ્યો હતો. લોકો દ્વારા ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા સુધારાઈ હસ્તકના ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તળાવમાંથી સબને બહાર લવાયો હતો. શહેર એ ડિવિઝન પોલીસે મૃતકનો કબજો લઈ સબને પોસમોર્ટમ માટે જીકે જનરલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવકે કુદકો મારીને જીવન ટુંકાવ્યું છે.

ફરી મૃતદેહ મળ્યો
શહેરના હાર્દસમાં હમીરસર તળાવમાં આ વર્ષે સારા વરસાદના પગલે નવા નિરમા વ્યાપકપણે વધારો થયો છે. તેની સાથે તેમાંથી મૃતદેહ મળવાનું પણ યથાવત રહ્યય છે. એક માસ પૂર્વે પણ ભુજના આધેડનો મૃતદેહ મળી આવ્યા બાદ આજે ફરી એક યુવકનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો છે. શહેર પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...