કચ્છમાં છેલ્લા ચાર વર્ષથી સારો વરસાદ વરસી રહ્યો છે. જેની અસર પાકના વાવેતરમાં પણ થઇ રહી છે. ખરીફના વાવેતરમાં તો કચ્છ રાજ્યમાં પ્રથમથી દ્વિતીય ક્રમે રહે છે. તો રવિ પાકના વાવેતરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જોકે સતત પાંચ વર્ષ રવિ પાકના વાવેતરમાં વધારો થયા બાદ ચાલુ સિઝનમાં ઘટાડો નોંધાયો છે. કચ્છમાં ગત ચોમાસે 186 ટકા વસરાદ થયો હતો. તેની સામે રવિ સિઝન હવે પૂર્ણ થતા 1,54,200 હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે. જે ગત વર્ષની સરખામણીએ અંદાજે 20 હજાર હેક્ટર ઓછુ છે.
કચ્છમાં સારા વરસાદના લીધે વાવેતરનું પ્રમાણ વધી રહ્યું છે. સારા વરસાદની અસર ખરીફ પાકના વાવેતરમાં તો સીધી દેખાય છે. સાથે ડેમોમાં પાણી હોવાથી ખેડૂતોને રવિ પાક લેવામાં પણ મદદ મળી રહી છે. જોકે અનેક વિસ્તારમાં સિંચાઇની પુરતી સુવિધા નથી. જેના લીધે ખરીફની સરખામણીમાં રવિ અને ઉનાળુ પાકનું ખૂબ જ ઓછુ વાવેતર થાય છે.
કચ્છમાં ગત વર્ષે ચોમાસામાં 849 એમએમ વરસાદની સાથે 186 ટકા વરસાદ નોંધાયો હતો. જિલ્લાના 16 મધ્યમ કક્ષાના ડેમો છલકાઇ ગયા હતાં. જોકે રવિ પાકના વાવેતરમાં જોઇએ તેવો વધારો નોંધાયો નથી. કચ્છમાં લગાતાર પાંચ વર્ષ રવિ પાકનું વાવેતર વધી રહ્યુ઼ હતું. પણ વર્ષ 2022-23માં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021-22 કચ્છમાં અંદાજે 175000 હેક્ટરથી વધારે રવિ પાકનું વાવેતર થયુ હતું. પરંતુ ગત ચોમાસામાં કચ્છમાં 186 ટકા વરસાદ બાદ પણ રવિ પાકનું વાવેતર ચાલુ સિઝનમાં 154200 હેક્ટરમાં થયું છે. આમ ગત સિઝન કરતા અંદાજે 20 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર ઘટ્યું છે.
કચ્છમાં રવિ પાકનું વાવેતર | |
પાક | હેક્ટર |
ઘંઉ પિયત | 31800 |
ચણા | 300 |
રાઇ | 30700 |
જીરું | 43500 |
ધાણા | 2500 |
ઇસબગુલ | 600 |
વરિયાળી | 2800 |
શાકભાજી | 6700 |
ઘાસચારો | 29700 |
કુલ | 154200 |
કચ્છમાં 9 વર્ષમાં રવિ પાકનું વાવેતર | |
વર્ષ | રવિ વાવેતર |
2014-15 | 59700 |
2015-16 | 99300 |
2016-17 | 96800 |
2017-18 | 107900 |
2018-19 | 124100 |
2019-20 | 146700 |
2020-21 | 169600 |
2021-22 | 175000 |
2022-23 | 154200 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.